કાનુની સવાલ: ચાલતી ટ્રેનની કોઈ કારણ વગર ઇમર્જન્સી ચેન ખેંચશો તો ફસાઈ જશો મોટી મુશ્કેલીમાં ! કાયદો શું કહે છે અને શું સજા મળે છે તે જાણો
કાનુની સવાલ: ભારતમાં દરરોજ લાખો મુસાફરો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. આવા સમયે ઘણી વાર કોઈ મુસાફર નાના-મોટા કારણસર ચાલતી ટ્રેનની ઇમર્જન્સી ચેન ખેંચી દેતો હોય છે, પણ શું તમને ખબર છે કે આ સામાન્ય ભૂલ નથી, પરંતુ ગંભીર ગુનો છે? ભારતીય રેલવે આ બાબતે કડક કાનૂની કાર્યવાહી કરે છે અને તમારી એક ભૂલ તમને સીધા જ જેલના દરવાજા સુધી લઇ જઈ શકે છે.

ચાલતી ટ્રેનમાં ઇમર્જન્સી ચેન માત્ર બે જ પરિસ્થિતિઓમાં ખેંચવાની હોય છે. મુસાફર ટ્રેનમાં ચઢતા-ઉતરતા સમય અકસ્માતે નીચે પડી જાય અને બીજું કે કોઈ મુસાફરને તબિયત વધારે ગંભીર રીતે બગડે અથવા જીવને જોખમ ઉભું થાય. આ સિવાય કોઈ અન્ય કારણસર ઇમર્જન્સી ચેન ખેંચવી ભારતીય રેલવે અધિનિયમની કલમ 141 હેઠળ દંડનીય ગુનો છે.

કલમ 141 પ્રમાણે જો કોઈ વ્યક્તિ બિનજરૂરી રીતે ચલતી ટ્રેનની ચેન ખેંચે, તો એને મળતી કાર્યવાહી આ મુજબ છે: પ્રથમ સજા: દંડ + જેલ છે. ગુનાના સ્વરૂપ મુજબ આરોપી પર ₹500 થી લઈને ₹1,000 સુધીનો દંડ ફટકારવામાં આવે છે. જો ઈરાદાપૂર્વક ચેન ખેંચવામાં આવી હોય તો 6 મહિના સુધીની જેલ પણ થઇ શકે છે.

ટ્રેન રોકાતી હોવાથી થાય નુકસાન થાય છે. બિનજરૂરી ચેન ખેંચવાથી ટ્રેન વચ્ચે અટકી જાય છે, જેના કારણે અન્ય ટ્રેનોના ટાઈમટેબલ પર અસર પડે છે. સેંકડો મુસાફરોને વિલંબ થાય છે. રેલવેની મિકેનિકલ અને ટેક્નિકલ ટીમનો સમય બગડે છે. ક્યારેક ટ્રાફિક બ્લોક જેવી સ્થિતિ પણ સર્જાય છે. આ કારણે રેલવે આવા કિસ્સાઓને ગંભીરતાથી લે છે.

રેલવે પોલીસ તરત કાર્યવાહી કરે છે. ટ્રેન રોકાતા જ ગાર્ડ અને TTE ચેન ખેંચનાર કોણ છે તે શોધવાનું શરૂ કરે છે. જો આરોપી સ્થળ પર મળી ન આવે તો CCTV કેમેરા, મુસાફરોના નિવેદન અને કોચ કન્ડક્ટરની મદદથી તપાસ થાય છે. એકવાર આરોપી મળી ગયા પછી, RPF તેને કસ્ટડીમાં લઈને સીધો કેસ નોંધે છે. ઘણા કિસ્સાઓમાં ટ્રેન જ ત્યાં જ અટકાવી દેવામાં આવે છે અને આરોપીને નીચે ઉતારી કાર્યવાહી કરવામાં આવે છે.

ક્યારે ચેન ખેંચવી કાયદેસર છે?: ગંભીર પરિસ્થિતિમાં કાયદો મુસાફરને રક્ષણ આપે છે. જો કોઈ ગર્ભવતી સ્ત્રીને તાકીદે મદદ જોઈએ. કોઈ વૃદ્ધ અથવા બાળક ટ્રેનમાં ચઢતાં સમય નીચે પડી જાય, કોઈ મુસાફર બેભાન થઈ જાય, તો ચેન ખેંચવી સંપૂર્ણ રીતે કાયદેસર છે.

પણ ઘણા મુસાફરો નાની-મોટી બાબતો માટે ચેન ખેંચી દે છે. જેમ કે પરિવારનો કોઈ સભ્ય પાછળ રહી ગયો હોય અથવા પ્લેટફોર્મ પર સામાન રહી ગયો હોય. આ બધું કાયદાની દૃષ્ટિએ સંપૂર્ણ રીતે ખોટું છે.

જો તમે ચાલતી ટ્રેનમાં બિનજરૂરી રીતે ઇમર્જન્સી ચેન ખેંચો છો, તો તમે માત્ર તમારી જાતને જ નહીં પરંતુ સેકડો મુસાફરોને મુશ્કેલીમાં મૂકી શકો છો. સાથે જ તમને કડક દંડ, જેલ સજા અને કાનૂની ઝંઝટનો સામનો કરવો પડશે. એટલે ટ્રેનની ઇમર્જન્સી ચેનનો ઉપયોગ માત્ર જરૂરી પરિસ્થિતિમાં જ કરવો જોઈએ.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(Image Credit: AI Whisk Photo)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
