AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: જો કોઈ મહિલા ખોટો કેસ દાખલ કરે તો તેને શું સજા થઈ શકે? શું કહે છે ઈન્ડિયન એક્ટ

કાનુની સવાલ: ભારતમાં જો કોઈ મહિલા ખોટો ફોજદારી કેસ દાખલ કરે છે તો તેને કાયદા હેઠળ સજા થઈ શકે છે. તાજેતરના વર્ષોમાં અદાલતોએ ખોટા કેસોના દુરુપયોગને ગંભીરતાથી લીધો છે અને દોષિત ઠરવા પર મહિલાઓને જેલ અને દંડની સજા ફટકારી છે.

| Updated on: May 31, 2025 | 12:02 PM
ખોટા કેસમાં શક્ય સજા: ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 182 અને 211-આ કલમો હેઠળ ખોટી ફરિયાદ દાખલ કરવા અથવા નિર્દોષ વ્યક્તિને ફસાવવા પર 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે.

1 / 8
માનહાનિ (Defamation): જો ખોટા આરોપોથી કોઈની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે તો પીડિત પક્ષ માનહાનિનો દાવો દાખલ કરી શકે છે, જેમાં નાણાકીય નુકસાન વસૂલ કરી શકાય છે.

2 / 8
POCSO કાયદાનો દુરુપયોગ: બાળકોના જાતીય શોષણ સંબંધિત કેસોમાં ખોટી ફરિયાદો દાખલ કરવા પર અદાલતો કડક વલણ અપનાવે છે. ઉદાહરણ તરીકે,બિજનોરમાં એક મહિલાને ખોટો POCSO કેસ દાખલ કરવા બદલ 3 મહિનાની જેલ અને દંડની સજા ફટકારવામાં આવી હતી.

3 / 8
દહેજ ઉત્પીડનનો દુરુપયોગ (કલમ 498A): દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં 498A ના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે, જ્યાં ખોટા આરોપો લગાવતી મહિલાઓ વાસ્તવિક પીડિતોને ન્યાય મેળવવામાં અવરોધે છે.

4 / 8
હાલના ઉદાહરણો જોઈએ તો: દિલ્હી-એક મહિલાએ તેના વિરોધી પર તેની 5 વર્ષની પુત્રી પર રેપ કરવાનો ખોટો આરોપ લગાવ્યો. જેથી તેને મિલકતના વિવાદમાં ફસાવી શકાય. કોર્ટે તેને કાયદાનો દુરુપયોગ ગણાવ્યો અને મહિલા પર ₹1 લાખનો દંડ ફટકાર્યો.

5 / 8
બરેલી: એક મહિલાએ ખોટો રેપ અને અપહરણનો કેસ દાખલ કર્યો. જેના કારણે એક નિર્દોષ પુરુષને જેલમાં મોકલી દેવામાં આવ્યો. કોર્ટે મહિલાને સાડા ચાર વર્ષની સજા ફટકારી અને ₹5.88 લાખનો દંડ ફટકાર્યો.

6 / 8
નવી દિલ્હી: એક મહિલાએ તેના સાસરિયાઓ પર ઘરેલુ હિંસા અને છેડતીના ખોટા આરોપો લગાવ્યા હતા. કોર્ટે મહિલાને ₹2 લાખનો દંડ ફટકાર્યો. જે સાસરિયાઓને વળતર તરીકે આપવામાં આવ્યા.

7 / 8
જો કોઈ મહિલા ખોટો કેસ દાખલ કરે છે અને તે કોર્ટમાં સાબિત થાય છે, તો તેને જેલ, દંડ અને માનહાનિ જેવા ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આવા કિસ્સાઓમાં કોર્ટ કડક વલણ અપનાવે છે. જેથી કાયદાનો દુરુપયોગ ન થાય અને નિર્દોષ લોકોને ન્યાય મળી શકે.(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

8 / 8

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">