કાનુની સવાલ : આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલો પૈસા માંગી રહી છે, તો તમે ક્યાં ફરિયાદ કરી શકો છો? જાણો નિયમો શું છે
જે લોકો પાસે આયુષ્માન કાર્ડ છે. તેમણે આયુષ્માન યોજના સાથે જોડાયેલી સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં 5 લાખ સુધી મફતમાં અને કેશલેસ સારવાર મળે છે. પરંતુ કેટલીક હોસ્પિટલો કાર્ડ હોવા છતાં તેમની પાસેથી પૈસા લે છે. તો કાનુની રુપથી આ ખોટું છે તો ચાલો આ વિશે તમે ફરિયા ક્યાં કરી શકો છો.

ભારત સરકારે ગરીબ અને નબળા વર્ગના લોકોને 5 લાખ રુપિયા સુધી ફ્રીમાં સુવિધા આપવા માટે આયુષ્માન ભારત સ્કીમની શરુઆત કરી હતી. આ યોજના હેઠળ આયુષ્માન પેનલમાં સામેલ સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં નિશુલ્ક અને કેશલેસ સારવાર મળી શકે છે. આ માટે લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે.

જેને દેખાડી કોઈ પણ પૈસા વગર તમે ફ્રીમાં સારવાર લઈ શકો છો પરંતુ કેટલીક વખત એવું થાય છે કે, હોસ્પિટલ આયુષ્માન કાર્ડ હોવા છતાં લોકો પાસેથી સારવાર માટે પૈસા લે છે. આ સમયે ગભરાવાની કોઈ જરુર નથી. તમારી પાસે કાનુની અને નાગરિક બંન્ને પ્રકારના અધિકારો છે.

તો આજે આપણે કાનુની સવાલમાં વાત કરીશું કે, જો આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ તમારી પાસે પૈસા માંગે છે તો તમે કઈ રીતે ફરિયાદ કરી શકો છો.

જો તમારી પાસે આયુષ્માન ભારત કાર્ડ છે અને તમે આયુષ્માન પેનલમાં રહેલી હોસ્પિટલમાં જઈ સારવાર કરાવો છો. તો તમારે એક રુપિયો આપવાની જરુર રહેતી નથી. આ યોજના હેઠળ દરેક પરિવારને દર વર્ષે 5 લાખ રુપિયા સુધી કેશલેશ સારવાર મળે છે. આનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે.

કેટલીક વખત હોસ્પિટલ એવું કહીને કાર્ડ ધારક પાસે પૈસા માંગે છે કે તમારું કાર્ડ હજુ એક્ટિવ નથી. કે ઈમરજન્સી માટે તમારે પૈસા આપવા પડશે. પરંતુ આ બધું ખોટું છે.આવું કરવું નિયમનું ઉલ્લંધન માનવામાં આવે છે. કોર્ટમાં અનેક એવા કેસ આવ્યા છે. જેમાં આયુષ્માન યોજના હેઠળ દર્દી સારવાર કરાવવા પહોંચે અને પૈસા લેવામાં આવે છે. આવી હોસ્પિટલને યોજનામાંથી દુર કરી દેવામાં આવી છે. ઘણા વૃદ્ધો અને સામાન્ય લોકોને પણ વળતર મળ્યું છે.

જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને હોસ્પિટલ તમારી પાસે પૈસા લે છે. તો તમે શું કરી શકો? જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને તેમ છતાં હોસ્પિટલે તમારી પાસે સારવાર માટે પૈસા લીધા છે તો ચિંતા કરવાની જરુર નથી. તમે સંપૂર્ણ કાર્યવાહી કરી શકો છો.

સૌથી પહેલા તમારે આયુષ્માન ભારત યોજનાના હેલ્પલાઈન નંબર પર ફોન કરવાનો રહેશે. અને તમારી ફિરિયાદ નોંધાવવાની રહેશે. તમારે હોસ્પિટલનું નામ, તારીખ અને કઈ સારવાર માટે કેટલા પૈસા લીધા છે. તેના વિશે જણાવવાનું રહેશે.

જો તમે ઈચ્છો તો grievance.pmjay.gov.in વેબસાઈટ પર જઈ ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકો છો. તમારે ફરિયાદ માટે કેટલીક જાણકારી આપવી પડશે. કાર્ડ નંબર,નામ અને હોસ્પિટલનું નામ

તમે ઈચ્છો તો સીધા તમે રાજ્યની સ્ટેટ હેલ્થ એજન્સીની ઓફિસ પર જઈ ફરિયાદ નોંધી શકો છો. ત્યાં જઈ તમે એક લેખિતમાં ફરિયાદ કરી તેની તમારે તેની રસીદ માંગવી પડશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
