કાનુની સવાલ : શું છૂટાછેડા પછી પણ સ્ત્રી ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી શકે છે? જાણો
છૂટાછેડા પછી દહેજનો કેસ દાખલ કરી શકાય? જો પત્ની એ સાબિત કરી શકે કે, છૂટાછેડા પહેલા તેની સાથે દહેજને લઈ માનસિક કે શારિરીક ઉત્પીડન થયું છે. તો તે 498A IPC અને દહેજ પ્રતિબંધક કાયદા હેઠળ કેસ દાખલ કરી શકાય છે.

જો પતિ-પત્નીએ પરસ્પર સંમતિ (Mutual Consent)થી છૂટાછેડા લીધા હોય અને કોઈ વિચારણા (જેમ કે ભરણપોષણ, મિલકતનું વિભાજન, અથવા અન્ય) ન થયું હોય, તો પણ પત્ની દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરી શકે છે.

કલમ 498A, ભારતીય દંડ સંહિતા(IPC) આ કલમ પતિ અને તેના સબંધી પર ક્રુરતા અને દહેજ ઉત્પીડનના મામલામાં લાગુ થાય છે.છૂટાછેડા બાદ પણ જો પત્ની એ સાબિત કરી શકે કે, છૂટાછેડા પહેલા લગ્ન દરમિયાન તેની સાથે દહેજ માટે ત્રાસ ગુજારવામાં આવતો હતો. તો આ કલમ હેઠળ કેસ કરી શકે છે. આ એક બિનજામીનપાત્ર અને ગંભીર ગુનો છે.

કલમ 406 ભારતીય દંડ સહિતા ગુનાહિત વિશ્વાસઘાત, જો પત્ની એ સાબિત કરી દે છે કે, તેને સ્ત્રીધન કે દહેજની સંપત્તિને પતિ કે સાસરિયા વાળાએ લઈ લીધી છે. તો આ કલમ હેઠળ કેસ કરી શકે છે.

કલમ 3 અને 4 દહેજ પ્રતિબંધ અધિનિયમ, 1961 હેઠળ જો એ સાબિત થઈ જાય છે કે, પતિ કે સાસિયાળાના પક્ષે દહેજ લીધો છે. તો તેને 5 વર્ષની સજા અને 50,000 રુપિયા કે તેનાથી વધારે દંડ પણ થઈ શકે છે. કલમ 4 જો પતિ કે, તેના પરિવારે દહેજની માંગ કરી છે. તો તેને 2 વર્ષની સજા અને 10,000 રુપિયાનો દંડ થઈ શકે છે.

હવે જો આપણે મહત્વના જજમેન્ટની વાત કરીએ તો. સુભાષ ચંદ્ર અને સ્ટેટ ઓફ હરિયાળા 2013 સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો દહેજ ઉત્પીડનનો કેસ છૂટાછેડા પહેલાનો હોય, તો પત્ની કેસ દાખલ કરી શકે છે, પરંતુ તેણે સ્પષ્ટ પુરાવા આપવા પડશે.જો પત્ની એ સાબિત કરી શકે કે, છૂટાછેડા પહેલા તેની સાથે દહેજને લઈ માનસિક કે શારિરીક ઉત્પીડન થયું છે. તો તે 498A IPC અને દહેજ પ્રતિબંધક કાયદા હેઠળ કેસ દાખલ કરી શકાય છે.

જો છૂટાછેડા સમંતિથી થયા છે અને પત્નીએ પોતે સ્વીકાર્યું છે કે, તેને કોઈ હેરાનગતિનો સામનો કરવો પડ્યો નથી, તો કેસ નબળો પડી શકે છે.જો છૂટાછેડાના સમયે કોઈ (Closure Agreement) સાઈન થયા છે. જેમાં પત્નીએ ભવિષ્યમાં કોઈ કાનુની દાવા ન કરવાનું વચન આપ્યું છે તો કેસ નોંધવો મુશ્કિલ થઈ શકે છે.જો એ સાબિત થાય કે 498Aનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો સુપ્રીમ કોર્ટે પતિ અને તેના પરિવારને ખોટા કેસથી બચાવવા માટે 482 CrPC હેઠળ રાહત આપવાનું કહ્યું છે.જો મહિલા ખોટો કેસ કરે છે. તો તેના પર આઈપીસી કલમ 211 અને કલમ 182 હેઠળ કેસ નોંધવામાં આવી શકે છે.

હા છૂટાછેડા બાદ પણ પત્ની દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરી શકે છે.પરંતુ શરત એક છે કે, લગ્ન દરમિયાન કે પછી છૂટાછેડા પહેલા તેની સાથે આ ઘટના બની હોય.અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો. (All photo : canva)
ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
