કાનુની સવાલ : પત્નીએ તેના લકવાગ્રસ્ત પતિ પાસેથી ભરણપોષણ માંગ્યું, હાઈકોર્ટે શું નિર્ણય સંભળાવ્યો?
મદ્રાસ હાઈકોર્ટમાં એક મહિલાએ પતિ પાસેથી ભરપોષણ માટે અપીલ કરી હતી. હાઈકોર્ટમાં મહિલાએ કહ્યું કે, પતિના રિટાયરમેન્ટના સમયે 15 લાખ રુપિયા મળ્યા હતા અને આ માટે તે 30 હજાર રુપિયા દર મહિના આપવા માટે સક્ષમ છે.

મદ્રાસ હાઈકોર્ટએ હાલમાં એક મહિલાની અરજી રદ્દ હતી. જેમાં તે મહિલા પોતાના પતિથી અલગ રહી પતિ પાસેથી ભરણપોષણ માંગી રહી હતી. મદ્રાસ હાઈકોર્ટની મદુરૈ પીઠે મહિલા અને તેની 2 દીકરીઓ દ્વારા દાખલ કરેલી અરજીઓને રદ્દ કરી કહ્યું કે, પત્નીને પોતાના પતિ પાસેથી ભરણપોષણ માંગવાનો જરુર અધિકાર છે પરંતુ આ અધિકાર પતિની આર્થિક સ્થિતિ અને ભરણપોષણ આપવાની ક્ષમતા પર નિર્ભર કરે છે.

અરજીમાં મહિલાએ પતિપાસેથી 30,000 રુપિયા પ્રતિ મહિને ભરણપોષણ માંગ્યું હતુ. પરંતુ હાઈકોર્ટે મહિલાની પુનરીક્ષણ અરજી પર સુનાવણી કરતા પરમકુડીના ન્યાયિક મેજિસ્ટ્રેટના આદેશ આપ્યો હતો.આ આદેશમાં મહિલાના ભરણપોષણ અરજીને રદ્દ કરી દીધી હતી.

મહિલાએ કોર્ટમાં તર્ક આપ્યું હતુ કે, તેના પતિ એક સરકારી નોકરીમાંથી રિટાયરમેન્ટ થઈ છે. તે આર્થિક રુપથી ખુબ સંપન્ન છે. પત્ની મુજબ પતિ સેવાનિવૃતિના લાભ રુપે અંદાજે 15 લાખ રુપિયા મળ્યા હતા. તેની પાસે અચલ સંપત્તિઓ પણ છે.

પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, તેનો પતિ ભરણપોષણ આપવા કે નાની દીકરીના લગ્નમાં મદદ કરવાની ના પાડી હતી. જેનાથી તેને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો.

પતિએ કોર્ટમાં જણાવ્યું કે, તે 65 વર્ષનો છે તેમજ લકવાગ્રસ્ત સ્ટ્રોક થયો છે. હવે તે પથારી પર છે. પતિએ પણ જણાવ્યું કે,તેને સારવાર માટે દરમહિને અંદાજે 5,000 રુપિયાની જરુરત હોય છે. તે કોઈ પણ નોકરી કરવા માટે અસમર્થ છે.

તેમણે જણાવ્યું કે, તેનું પેન્શન માત્ર 5,000 થી 10,000 રુપિયા પ્રતિ મહિને છે. તેમણે એ પણ તર્ક આપ્યું કે, તેની પત્ની અને બાળકોએ તેના વિરુદ્ધ કેસ નોંધયો છે. તેમાંથી એક તેના પેન્શનના પૈસા કાઢવામાંથી રોકવાનો મામલો પણ સામેલ છે. આ કારણે તે પૈસા બચાવી શકતો નથી.

બંન્ને પક્ષોની દલીલ સાંભળતા જસ્ટિન એલ વિક્ટોરિયા ગૌરીએ કહ્યું કે,સીઆરપીસીની કલમ 125 હેઠળ, એક પત્ની જે પોતાનું ભરણપોષણ કરવામાં અસર્થ છે. તેના પતિથી ભરણપોષણનો દાવો કરી શકે છે. પરંતુ આ અધિકારી તેની આર્થિક સ્થિતિ અને પત્નીને ભરણપોષણ આપવાની ક્ષમતા બંન્ને પર નિર્ભર કરે છે.

હાઈકોર્ટમાં એક નિર્ણય સંભાળવતા કહ્યું કે, ભરણપોષણ આપવાનો નિયમ કોઈને સજા આપવા માટે બનાવવામાં આવ્યો નથી. હાઈકોર્ટે આ અરજી રદ્દ કરી કહ્યું કે, તેનો પતિ સીમિત પેન્શન અને સેવા નિવૃતિનો લાભ તેની જરુરિયાત પુરી કરવા માટે પર્યાપ્ત છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
