કાનુની સવાલ : જો કોઈ છોકરામાંથી છોકરી બનીને લગ્ન કરે, તો શું તે ભરણપોષણ માંગી શકે છે?
જો કોઈ છોકરો લિંગ પરિવર્તન કરી મહિલા બની જાય છે અને ત્યારબાદ લગ્ન કરે છે. તો શું તે એલિમની માંગી શકે છે? આ વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ.ભરણપોષણનો નિર્ણય કોર્ટ દ્વારા કેસ-દર-કેસના આધારે લેવામાં આવે છે.

જો કોઈ છોકરામાંથી છોકરી બની અને લગ્ન કરે, તો શું તે ભરણપોષણ માંગી શકે છે? ભારતીય કાયદા અને સામાજિક વ્યવસ્થાના સંદર્ભમાં આ પ્રશ્ન ખૂબ જ રસપ્રદ અને જટિલ છે. ચાલો તેને કાનૂની અને સામાજિક બંને દ્રષ્ટિકોણથી સમજીએ.

લિંગ પરિવર્તન અને કાનુની માન્યતા શું છે. ભારતમાં Transgender Persons (Protection of Rights) Act, 2019 અનુસાર કોઈ પણ વ્યક્તિ લિંગ પરિવર્તન કરાવી શકે છે અને તેને કાનુની માન્યતા પણ આપવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ પુરુષમાંથી સ્ત્રીમાં લિંગ પરિવર્તન કરે છે અને તેના તમામ કાનૂની દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, વગેરે) માં તેનું લિંગ "સ્ત્રી" માં બદલાઈ ગયું હોય, તો તેને કાયદેસર રીતે સ્ત્રી ગણવામાં આવે છે.

હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે, શું તે એલિમની માંગી શકે. તો કાનુની રુપથી મહિલા માનવામાં આવે છે અને લગ્ન બાદ છુટાછેડા કે અલગ થવાની સ્થિતિ આવે છે અને આર્થિક રીતે નબળી છે અને પતિ સક્ષમ છે. તો તે અન્ય મહિલાની જેમ ભરણપોષણ માંગી શકે છે.

હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કરણ નામનો એક પુરુષ લિંગ પરિવર્તન કરી કીરણ બની જાય છે.કીરણે એક પુરુષ સાથે લગ્ન કર્યા છે. લગ્નના થોડા વર્ષો બાદ છુટાછેડા થાય તો કીરણની પાસે કોઈ આવકનું સાધન નથી. તો કીરણ તેના પૂર્વ પતિ પાસેથી એલિમિની માંગવાની કાનુની હદકાર હશે.

મહત્વની વાત એ છે કે, ભારતમાં ટ્રાન્સજેન્ડર અધિકારોની સ્થિતિ હવે વધારે વિકસિત થઈ રહી છે અને આવા કેસમાં હંમેશા કોર્ટનીના અર્થઘટનની જરૂર પડે છે. ભરણપોષણનો નિર્ણય કોર્ટ દ્વારા કેસ-દર-કેસના આધારે લેવામાં આવે છે.

જો કોઈ પુરુષ લિંગ પરિવર્તન બાદ કાનુની રુપથી મહિલા બને છે અને લગ્ન થાય છે. તો તે સામાન્ય મહિલાની જેમ એલિમની માંગી શકે છે. જો બાકીની કાનૂની શરતો પૂરી થાય તો.પરંતુ જો કોર્ટને લાગે કે તે કમાવવા માટે સક્ષમ છે, અથવા તે લગ્નનો લાભ લેવા માટે ભરણપોષણ માંગી રહી છે, તો કોર્ટ ભરણપોષણ આપવાનો પણ ઇનકાર કરી શકે છે, પછી ભલે તે સ્ત્રી હોય કે ટ્રાન્સ મહિલા.

તાજેતરમાં, અરુણ કુમાર વિરુદ્ધ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન (2025) કેસમાં, હાઇકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, જો ટ્રાન્સ પુરુષ કાયદેસર રીતે લગ્ન કરે છે તો તેને કાયદેસર "વર" ગણવામાં આવશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
