કાનુની સવાલ : શિક્ષિત, નોકરી કરતી પત્નીને ઘર માટે EMI ચૂકવવાનું કહેવું ‘ક્રૂરતા’ નથી : HC
એક મહત્વપૂર્ણ ચુકાદામાં કલકત્તા હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, શિક્ષિત અને કામ કરતી પત્ની પાસેથી ઘરના ખર્ચમાં ફાળો આપવાની અથવા સંયુક્ત મિલકત માટે EMI આપવાનું કહેવું ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ ક્રુરતા નથી.

કોલકાત્તા હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે આ નિર્ણય સંભળાવતા કહ્યું કે,જો કોઈ પતિ કે સાસરિયાં કોઈ શિક્ષિત અને કમાતી સ્ત્રી પાસેથી ઘરના ખર્ચમાં ફાળો આપવાની અપેક્ષા રાખે છે, તો તેને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 498A હેઠળ 'ક્રૂરતા' કહી શકાય નહીં.

કોર્ટે આ આધાર પર ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગના એક કર્મચારી અને તેના માતા-પિતા વિરુદ્ધ નોંધાયેલ ફોજદારી કેસ અને SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ નોંધાયેલ કેસ રદ કરવામાં આવ્યો.

ન્યાયમૂર્તિ અજય કુમાર ગુપ્તાએ આ નિર્ણય સંભળાવતા કહ્યું કે, દાંપત્ય જીવનનો સ્વભાવ એવો જ છે. જેમાં પતિ-પત્ની બંન્ને આપસી સમ્માન બનાવી રાખે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વ્યક્તિ જવાબદારીઓ વહેંચે અને સમાજના કલ્યાણમાં યોગદાન આપે.

પત્ની શિક્ષિત છે અને કમાનારી મહિલા છે. આ સમયે ઘરખર્ચમાં યોગદાન કરવું કોવિડ-19 લોકડાઉન દરમિયાન ઓનલાઈન ખરીદી કરવી, કે સાસુ દ્વારા બાળકોને જમાડવાનું કહેવું આ બધું કોઈ પણ પ્રકારની IPCની કલમ 498A હેઠળ ક્રુરતા ન કહી શકાય.આ રીતે સંયુક્ત રુપથી ખરીદેલા ફ્લેટના ઈએમઆઈ ભરવો કેપિતા દ્વારા બાળકને બહાર લઈ જવું એ પણ ઘરના જીવનમાં એક સામાન્ય ઘટના છે.

તમને જણાવી દઈએ કે, આ કેસ વર્ષ 2011માં થેયલા કપલ સાથે જોડાયેલો છે. જીએસાઈમાં કાર્યરત મહિલાએ પતિ અને સાસરિયા પક્ષ પર પોલીસમાં ફરિયાદ નોંધી હતી.

જેમાં તેમણે આરોપ લગાવ્યો કે, તેનો પતિ આક્રામક,અસંવેદનશીલ અને આત્મકેન્દ્રિત છે. મહિલાએ એવું પણ કહ્યું કે, તેનો પતિ અને સાસરિયાવાળાએ તેની જાતિ અને રુપ રંગને લઈ ટિપ્પણી કરી અને મજાક ઉડાવી હતી.

મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પરિવારના લોકો તેને હોમ લોનની ઈએમઆઈ ભરવા માટે મજબુર કરતા હતા અને તેના બાળકો માટે ભોજન, કપડાં અને દવાઓ લઈ આવતા ન હતા. જેને લઈ તેમણે ઓનલાઈન સામાન ખરીદવો પડતો હતો.

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
