સુનિતા વિલિયમ્સે 9 મહિના સુધી અવકાશમાં તેના દિવસો કેવી રીતે વિતાવ્યા ? જીવતા રહેવા માટે શું ખાધું ? કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો
અવકાશમાં રહેવું શારીરિક રીતે ખૂબ જ પડકારજનક છે. ચાલો જાણીએ કે સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓએ અંતરિક્ષમાં રહીને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને અંતરિક્ષમાં પોતાને જીવંત રાખવા માટે શું ખાધું.


અમેરિકાની સ્પેસ એજન્સી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેના સાથીદારો સાથે 9 મહિના પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી પૃથ્વી પર સફળતાપૂર્વક ઉતરી છે. તે ફ્લોરિડાના કિનારે સ્પેસ એક્સ કેપ્સ્યુલ દ્વારા પૃથ્વી પર પહોંચી છે, જેનો વીડિયો નાસા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. પૃથ્વીથી 254 માઈલ ઉપર સ્થિત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) છેલ્લા 25 વર્ષથી દુનિયાભરના અવકાશયાત્રીઓને હોસ્ટ કરી રહ્યું છે. ભારત અને અમેરિકા પૃથ્વી પર સુનીતા વિલિયમ્સના આગમનની ઉજવણી કરી રહ્યા છે. સુનિતા વિલિયમ્સ ભારતીય-અમેરિકન અવકાશયાત્રી છે. અવકાશમાં રહેવું શારીરિક રીતે ખૂબ જ પડકારજનક છે. ચાલો જાણીએ કે સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓએ અંતરિક્ષમાં રહીને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને અંતરિક્ષમાં પોતાને જીવંત રાખવા માટે શું ખાધું.

અવકાશમાં રહેતા આવતા શારીરિક પડકારો(Physical Challenges Living in Space)- અવકાશમાં મહિનાઓ ગાળવાથી સ્નાયુઓ અને હાડકાંમાં નબળાઈ આવે છે, કિડનીમાં પથરી, દ્રષ્ટિની સમસ્યાઓ અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ પર પાછા ફર્યા પછી શરીરનું સંતુલન પાછું મેળવવામાં મુશ્કેલી તરફ દોરી જાય છે. જો કે, નાસા પાસે આ બધી સમસ્યાઓનો સામનો કરવા માટે પહેલેથી જ સંપૂર્ણ યોજના તૈયાર છે.

અવકાશમાં શું ખાધું? (Food in ISS)- ગયા વર્ષે 18 નવેમ્બરે ન્યૂયોર્ક પોસ્ટે અહેવાલ આપ્યો હતો કે સુનીતા અને તેના સાથીઓએ સ્પેસ સ્ટેશન (ISS)માં પિઝા, રોસ્ટ ચિકન, શરૂમ કોકટેલ જેવી વસ્તુઓનું સેવન કર્યું હતું. આ સિવાય તેણે નાસ્તામાં પાઉડર મિલ્ક, ટુના જેવી વસ્તુનું સેવન કર્યું . નાસાએ પણ આ તમામ અવકાશયાત્રીઓની કેલરીની વ્યવસ્થા કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. તમને જણાવી દઈએ કે, 9 સપ્ટેમ્બર, 2024ના રોજ નાસાએ એક તસવીર જાહેર કરી હતી, જેમાં સુનીતા અને તેનો સાથી સ્પેસ સ્ટેશનમાં ખોરાક ખાતા જોવા મળ્યા હતા.

તાજા ખોરાકની કમી(Fresh Food Depletion)- મળતી માહિતી મુજબ સ્પેસમાં તાજા ખોરાકની અછત હતી. એવું કહેવામાં આવ્યું છે કે સ્પેસ સ્ટેશન પર લઈ જવામાં આવતા ફળો અને શાકભાજી માત્ર ત્રણ મહિનામાં જ ખલાસ થઈ જતા હતા. અહેવાલો અનુસાર, ફળો અને શાકભાજીને ફ્રીજમાં ડ્રાય કરીને રાખવામાં આવ્યા હતા.

કેવી રીતે અને ક્યાં ખોરાક તૈયાર કરવામાં આવતો હતો? (Food Preparation)- આ મિશન માટે સુનીતા અને તેના સાથીઓ માટે સંપૂર્ણ યોજના મુજબ ભોજન તૈયાર કરવામાં આવતુ હતું . આમાં મીટ અને ઈંડા જેવી વસ્તુઓ સંપૂર્ણ રાંધીને જ સ્પેસમાં લઇ જવામાં આવતી હતી.ISS પર સૂપ, સ્ટુ અને કેસરોલ્સ જેવા ડિહાઇડ્રેટ ફુડને 530 ગેલેન વોટર ટેન્કમાં હાઇડ્રેટ કરવામાં આવતા હતા. સ્પેસમાં અવકાશયાત્રીઓના પેશાબ અને પરસેવાને રીસાઇકલ કરીને પીવાના પાણીમાં રૂપાંતરીત કરવામાં આવતું હતું.

વેટ લોસની સમસ્યા (Weight Loss Concerns)- નોંધનીય છે કે આ મિશનમાં સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓનું શરીરનું વજન પણ ઘટી રહ્યું હતું, પરંતુ નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે તેમનું વજન ખોરાકની અછતને કારણે નહીં પરંતુ જગ્યાના વાતાવરણને કારણે ઘટી રહ્યું છે. નિષ્ણાતોએ એવો પણ દાવો કર્યો હતો કે આ મિશન દરમિયાન અવકાશયાત્રીઓના ખાવા-પીવાની સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મિશનના વધેલા સમયને ધ્યાનમાં રાખીને વધારાના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

































































