સુનિતા વિલિયમ્સ
સુનિતા વિલિયમ્સ એક જાણીતા અવકાશયાત્રી છે, જેમણે નાસા માટે ઘણા ઐતિહાસિક અવકાશ મિશન પૂર્ણ કર્યા છે. ભારતીય મૂળની અમેરિકન નાગરિક સુનિતાનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ અમેરિકામાં થયો હતો. તેણે યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ એકેડેમીમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને બાદમાં નાસા અવકાશ મિશનમાં જોડાઈ.
તેના પિતા દીપક પંડ્યા ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણના ભારતીય મૂળના ન્યુરો-એનાટોમિસ્ટ હતા અને માતા ઉર્સુલિન બોની પંડ્યા સ્લોવેનિયન-અમેરિકન મહિલા હતા. વર્ષ 1958માં પિતા અમેરિકા સ્થાયી થયા. 1987માં સુનિતા વિલિયમ્સે નૌકાદળમાં જુનિયર કમિશન્ડ ઓફિસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
સુનિતા વિલિયમ્સે 2006માં તેમના પ્રથમ અવકાશ મિશન (STS-116) પર ગયા હતા. આ પછી તેમણે 2012માં બીજું એક મહત્વપૂર્ણ મિશન (અભિયાન 32/33) પૂર્ણ કર્યું. તેણે અવકાશમાં 195 દિવસ વિતાવવાનો રેકોર્ડ બનાવ્યો અને સ્પેસવોકમાં સૌથી વધુ સમય વિતાવનારા મહિલા અવકાશયાત્રી બન્યા.
આ પેજ પર તમને સુનિતા વિલિયમ્સ, તેમના મિશન, ઇન્ટરવ્યુ, વૈજ્ઞાનિક યોગદાન અને નવીનતમ અપડેટ્સ સંબંધિત તમામ લેટેસ્ટ સમાચાર મળશે. તેમના જીવન, સિદ્ધિઓ વિશે જાણવા માટે આ પેજને બુકમાર્ક કરો.
ભારત આવવાની ઇચ્છા ધરાવે છે સુનિતા વિલિયમ્સ, કહ્યું-પિતાના દેશમાં આવીશ તો આ વ્યક્તિને ચોક્કસ મળીશ
અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 278 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. સુનીતાએ અવકાશમાંથી ભારતના અદભૂત નજારો વિશે વાત કરી. ખાસ કરીને હિમાલયની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. તેમણે તેમની આગામી ભારત મુલાકાતની જાહેરાત કરી અને ભારતીય અવકાશ કાર્યક્રમની પ્રશંસા કરી. તેણે ગગનયાન મિશનના સભ્ય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
- Dhinal Chavda
- Updated on: Apr 1, 2025
- 12:41 pm
Video : મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, આશા વ્યક્ત કરી કે તે ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાત લેશે
તલગાજરડા, ભાવનગર: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામકથાના પ્રચારક મોરારી બાપુએ ભારતીય અને ગુજરાતી મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું ઉષ્માભર્યું સ્વાગત સન્માન છે, જેઓ તાજેતરમાં અવકાશમાં લાંબા મિશન પછી પૃથ્વી પર પરત ફર્યા છે.
- Ronak Varma
- Updated on: Mar 24, 2025
- 11:50 pm
Astronaut Death in Space : અવકાશયાત્રી અવકાશમાં મૃત્યુ પામે બાદમાં તેના મૃતદેહ સાથે શું કરવામાં આવે છે? જાણો ચોંકાવનારી વાત
space body decomposition: બેક્ટેરિયા અવકાશમાં લગભગ 3 વર્ષ સુધી ટકી શકે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે જો કોઈ વ્યક્તિ અવકાશમાં મૃત્યુ પામે છે, તો ત્યાં તેના શરીરનું શું થશે?
- Sagar Solanki
- Updated on: Mar 24, 2025
- 7:51 pm
સુનિતા વિલિયમ્સની સાથે અંતરિક્ષમાં 9 મહિના રહેલા બૂચ વિલ્મોર કોણ છે ? શું કરે છે ?
Who is Butch Wilmore : 9 મહિના લાંબા અવકાશ મિશન પછી, સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પાછા ફરવાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. પરંતુ તમે બુચ વિલ્મોર નામના બીજા અવકાશયાત્રી વિશે કેટલું જાણો છો, જે સુનિતા વિલિયમ્સની સાથે આ જ મિશન પર અવકાશમાં ગયા હતા? બુચ વિલ્મોર ફક્ત આ મિશનનો જ નહીં, પરંતુ સુનિતા વિલિયમ્સની કારકિર્દી દરમિયાન ઘણી ઐતિહાસિક અવકાશ ઉડાનોનો ભાગ રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Mar 19, 2025
- 9:36 pm
શું તમે જાણો છો ? પ્રાણીઓના ડોક્ટર બનવા માંગતી સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રી કેવી રીતે બની ?
સુનિતા વિલિયમ્સને બાળપણમાં પ્રાણીઓ ખૂબ જ ગમતા હતા અને તેના આ પ્રાણી પ્રેમને કારણે તેણે પશુઓના ડૉક્ટર બનવાનું નક્કી કર્યું. તેણે અમેરિકામાં પ્રાણીઓના ડોકટર બનવા માટેના અભ્યાસ કોર્સ માટે અરજી પણ કરી હતી, પરંતુ સુનિતા વિલિયમ્સને તેની પસંદગીની કોલેજમાં પ્રવેશ મળી શક્યો નહીં, જેના કારણે તેણે પછી પ્રવેશ ના લીધો.
- TV9 Gujarati
- Updated on: Mar 19, 2025
- 7:44 pm
મહિલા અવકાશયાત્રીઓ અવકાશમાં પીરિયડ્સ કેવી રીતે મેનેજ કરે છે? આ 2 વિકલ્પો છે ઉપલબ્ધ
મહિલા અવકાશયાત્રીઓને અવકાશમાં શૂન્ય ગુરુત્વાકર્ષણમાં ઘણા મહિનાઓ પસાર કરવા પડે છે. આવી સ્થિતિમાં, તેઓ તેમના પીરિયડ્સના દિવસોનું સંચાલન કેવી રીતે કરે છે? આ સવાલ દુનિયાભરની મહિલાઓના મનમાં છે અને અમે તમને તેનો જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ચાલો જાણીએ એ દિવસોમાં શું કરવામાં આવે છે?
- Dhinal Chavda
- Updated on: Mar 19, 2025
- 5:59 pm
9 મહિનાથી અખંડ જ્યોત, સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા, જુઓ Video
9 મહિના સુધી અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછી ફરી છે. જેના પગલે દુનિયાભરમાં ખુશીનો માહોલ છે. ત્યારે સુનિતા વિલિયમ્સના મૂળ વતન એવા ઝૂલાસણમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Mar 21, 2025
- 7:55 am
સુનિતા વિલિયમ્સ જે ડ્રેગન કેપ્સ્યુલની સીટ પર 17 કલાક બેસી પરત આવી, તેની સીટનું ભાડું છે કરોડોમાં
Spacex Dragon Capsule : શું તમે જાણો છો કે, એલોન મસ્કની કંપની સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યુલનું ભાડું કેટલું છે જેમાં સુનીતા વિલિયમ્સ સીટ પર બેસીને પરત ફર્યા છે? જેનું ભાડું 400 કરોડથી પણ વધારે છે.
- Nirupa Duva
- Updated on: Mar 19, 2025
- 2:39 pm
સુનિતા વિલિયમ્સે 9 મહિના સુધી અવકાશમાં તેના દિવસો કેવી રીતે વિતાવ્યા ? જીવતા રહેવા માટે શું ખાધું ? કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો
અવકાશમાં રહેવું શારીરિક રીતે ખૂબ જ પડકારજનક છે. ચાલો જાણીએ કે સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓએ અંતરિક્ષમાં રહીને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને અંતરિક્ષમાં પોતાને જીવંત રાખવા માટે શું ખાધું.
- Dhinal Chavda
- Updated on: Mar 21, 2025
- 7:56 pm
Sunita Williams Return : સુનિતા વિલિયમ્સ 286 દિવસ બાદ ઘર વાપસી, ડોલ્ફિને શાનદાર સ્વાગત કર્યું, જુઓ વીડિયો
અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોરની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. બંન્ને 9 મહિના બાદ સ્પેસમાંથી ધરતી પર પરત ફરી છે. આ દરમિયાન સમુદ્રમાં ડોલ્ફિને બંન્નેનું સ્વાગત કર્યું હતુ.
- Nirupa Duva
- Updated on: Mar 19, 2025
- 2:10 pm
સુનિતા વિલિયમ્સે ટીમ સાથે દરિયામાં કર્યુ ઉતરાણ, ડ્રેગનમાંથી હસતા હસતા બહાર આવવાનો પ્રથમ Video જુઓ
નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું અવકાશયાન પૃથ્વી પર પરત આવી ગયા છે. જેના પગલે સમગ્ર દુનિયામાં ખુશીનો માહોલ છે. સુનિતા વિલિયમ્સ સહિતના અવકાશયાત્રીઓને પૃથ્વી પર આવતા 17 કલાક લાગ્યા છે.
- Disha Thakar
- Updated on: Mar 19, 2025
- 2:18 pm