સાયન્સ
પ્રાચીન ભારતમાં ‘જ્ઞાન’ શબ્દમાં ‘વિ’ ઉપસર્ગ ઉમેરીને વિજ્ઞાન શબ્દની ઉત્પત્તિ થઈ. વિજ્ઞાન એટલે કે વિશેષ જ્ઞાન. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિત સહિત અનેકવિધ વિજ્ઞાનની શાખાઓ છે. કેટલાક લોકો કહે છે કે વિજ્ઞાનનું પૂર્ણ સ્વરૂપ “Systematic Inquiry of Nature and Creation” છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગેલિલિયોને “આધુનિક વિજ્ઞાનના પિતા” કહ્યા.
વિજ્ઞાન એક વ્યવસ્થિત અભ્યાસ છે જે પ્રકૃતિ અને બ્રહ્માંડની સમજ વિકસાવવા માટે નિરીક્ષણ, પ્રયોગ અને તર્કનો ઉપયોગ કરે છે. વિજ્ઞાન હેઠળ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર સહિતના ઘણા વિષયો આવરી લેવામાં આવ્યા છે. સમય જતાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે અને વીજળી, દવાઓ, કમ્પ્યુટર અને સંદેશાવ્યવહાર જેવી ઘણી તકનીકો વિકસાવવામાં આપણને મદદ કરી છે. વિજ્ઞાનના કારણે જ આપણે બ્રહ્માંડ અને આપણા ગ્રહ પૃથ્વીને સમજી શકીએ છીએ.
વિજ્ઞાનમાં ભારત દેશ ઘણો પ્રગતિ કરી રહ્યો છે. અવનવા સંસોધનો કરીને તે નવી-નવી ટેકનોલોજી વિકસાવી રહ્યો છે. ભારતનું વિજ્ઞાનમાં આગવું મહત્ત્વ રહ્યું છે. રોજીંદા જીવનમાં આપણે વિજ્ઞાન સાથે જ જોડાયેલા છીએ. મોબાઈલ હોય કે રોકેટ, કાર હોય કે પછી અન્ય વાહનો તેમજ કોઈ નવા અવકાશ ક્ષેત્રે કે મેડિકલમાં સંસોધનો થાય તે બધા વિષયો વિજ્ઞાનમાં આવરી લેવામાં આવે છે.
વિજ્ઞાન એક ગતિશીલ ક્ષેત્ર છે જે સતત વિકાસ પામી રહ્યું છે. વૈજ્ઞાનિકો સતત નવી શોધો કરી રહ્યા છે અને જૂની માન્યતાઓને પડકારી રહ્યા છે. વિજ્ઞાને આપણને બ્રહ્માંડ અને તેમાં આપણા સ્થાનને સમજવામાં ઘણું શીખવ્યું છે અને ભવિષ્યમાં પણ તે આપણને ઘણું શીખવશે. અહીં તમને વિજ્ઞાન સંબંધિત નવી અને જૂની માહિતી વાંચવા અને સમજવા મળશે.