અંતરિક્ષમાં ફસાયેલી ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સના પરિવાર વિશે જાણો, ભાઈ રહે છે અમદાવાદ

સુનિતાના પિતા, દીપક પંડ્યા, ગુજરાતના મહેસાણા જિલ્લાના ભારતીય મૂળના ન્યુરોએનાટોમિસ્ટ હતા, જ્યારે તેની માતા બોની પંડ્યા સ્લોવેન-અમેરિકન હતી. તો આજે આપણે સુનીતા વિલિયમ્સના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Aug 28, 2024 | 7:35 AM
ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ છેલ્લા કેટલાક સમયથી અંતરિક્ષમાં ફસાયેલી છે. નાસા દ્વારા તેને અને તેના સાથી બુચ વિલ્મોરને પરત લાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે.

1 / 8
તમને જણાવી દઈએ કે, સુનીતા વિલિયમ્સ ત્રીજી વખત અંતરિક્ષમાં ગઈ છે. આ પહેલા તે 2006 અને 2012માં 2 મિશનમાં કુલ 322 દિવસ સુધી અંતરિક્ષમાં રહી હતી.કલ્પના ચાવલા બાદ તે અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળની બીજી મહિલા છે.

2 / 8
અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, ગત 5 જૂને બોઇંગના સ્ટારલાઇનરમાં અવકાશમાં ઉડાન ભરી હતી તો આજે આપણે સુનીતા વિલિયમ્સના પરિવાર વિશે વાત કરીએ

3 / 8
સુનીતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ  યુક્લિડ, ઓહિયોમાં ડૉ. દીપક અને બોની પંડ્યાને ત્યાં થયો હતો,  દીપક પંડ્યાનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસાણમાં થયો હતો.

4 / 8
પરંતુ 1958ના રોજ સુનીતા વિલિયમ્સના પિતા અમેરિકાના બોસ્ટન ચાલ્યા ગયા હતા. ત્યાં તેની મુલાકાત બોની ઝાલોકર સાથે થઈ હતી. સુનીતાને એક મોટો ભાઈ જય થોમસ પંડ્યા અને એક મોટી બહેન ડાયના એન પંડ્યા છે.

5 / 8
આપણે સુનીતા વિલિયમસના પતિની વાત કરીએ તો તેનું નામ માઈકલ વિલિયમસ છે. જે એક પાયલટ છે અને હાલમાં તે ટેક્સાસમાં એક પોલિસ અધિકારી છે.

6 / 8
સુનીતા વિલિયમ્સના અભ્યાસની આપણે વાત કરીએ તો તેમણે 1987માં ફિઝિકલ સાયન્સમાં બેચલર ઓફ સાયન્સ કર્યું છે. 1995માં એન્જિન્યરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કર્યો છે.

7 / 8
સુનિતા વિલિયમ્સ યુનાઇટેડ સ્ટેટ્સના નૌકાદળના અધિકારી અને નાસા (NASA)ની અવકાશયાત્રી છે. મહિલા અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર કરવાનો વિક્રમ ધરાવે છે.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">