કામની વાત : નાસ્તામાં આ 7 પ્રકારના ફણગાવેલા કઠોળનો સમાવેશ કરો અને આખો દિવસ રહો ઊર્જાવાન
સવારનો નાસ્તો દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે, જે શરીરને આખા દિવસ માટે ઊર્જા અને પોષક તત્વો પૂરા પાડે છે. જોકે, ઘણા લોકો સવારની ઉતાવળમાં નાસ્તો કરી શકતા નથી. આવા સંજોગોમાં, ફણગાવેલા કઠોળ ઉત્તમ નાસ્તા તરીકે ઓળખાય છે. કઠોળમાં અંકુર ફૂટવાની પ્રક્રિયા પોષક તત્વોનું પ્રમાણ અનેકગણું વધારી દે છે. ફણગાવેલા કઠોળના અનેક ફાયદા વિગતે જાણીએ.

કઠોળમાં અંકુર ફૂટવાથી પોષક તત્વોમાં વધારો કરે છે. પ્રોટીન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન સી અને કે યોગ્ય માત્રામાં મળી શકે છે. કઠોળમાં પ્રોટીનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. સ્પ્રાઉટ્સમાં એમિનો એસિડ પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં, તમે અઠવાડિયાના દરેક દિવસે તમારા આહારમાં વિવિધ વસ્તુઓમાંથી બનેલા કઠોળનો સમાવેશ કરી શકો છો.

ફણગાવેલા મગ - મોટાભાગના લોકોને ફણગાવેલા મગ ખોરકમાં ઉપયોગ કરતા હોય છે. તમે નાસ્તામાં સામેલ કરી શકો છો. 1 કપ એટલે કે લગભગ 104 ગ્રામ આ ફણગાવેલા મગમાં ખૂબ ઓછી કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. તેમાં 3 ગ્રામ પ્રોટીન, તેમજ મગમાં 15% વિટામિન સી, 16% ફોલેટ અને 5% આયર્ન હોય છે. ફણગાવેલા મગમાં ફ્લેવોનોઇડ્સ અને વિટામિન સીનું પ્રમાણ થોડું વધારે છે. આ ફણગાવેલા મગ એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોને વધારે છે.

ફણગાવેલા ચણા - તમે નાસ્તામાં ફણગાવેલા ચણા સમાવેશ કરી શકો છો. તે શાકાહારીઓ માટે પ્રોટીનનો સારો સ્ત્રોત છે. હેલ્થનાં નિષ્ણાત અનુસાર, એક કપ ફણગાવેલા ચણા (લગભગ 140 ગ્રામ) માં 480 કેલરી, 84 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 36 ગ્રામ પ્રોટીન, 8 ગ્રામ ચરબી, તેમજ 5% વિટામિન સી અને 40% આયર્ન હોય છે.

ફણગાવેલા મસૂર - ફણગાવેલા મસૂર ફક્ત સ્વાદિષ્ટ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, ફાઈબર, અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. ફણગાવવાથી તેમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ વધે છે અને તે પચવામાં પણ સરળ બને છે. તે શરીરમાં ઊર્જા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

ફણગાવેલા સફેદ ચણાના - દેશી ચણાની જેમ, તમને સફેદ ચણા ખાવાના અનેક ફાયદા થાય છે. તેમાં પ્રોટીનનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે. 140 ગ્રામ ફણગાવેલા સફેદ ચણાનામાં લગભગ 36 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. ઉપરાંત, તેમાં દૈનિક મૂલ્ય અનુસાર 40% આયર્ન હોય છે.

ફણગાવેલા સોયાબીન - ફણગાવેલા સોયાબીન એક અત્યંત પૌષ્ટિક આહાર છે, જે તમારા શરીર માટે ઘણા ફાયદાઓ ધરાવે છે. સોયાબીનમાં 70 ગ્રામમાં 85 કેલરી, 9 ગ્રામ પ્રોટીન, 12% વિટામિન સી, 30% ફોલેટ અને 8% આયર્ન હોય છે. સોયાબીનને ફણગાવવાથી તેમાં રહેલા ફાયટિક એસિડનું સ્તર ઘટે છે. ફાયટિક એસિડ એક એવું તત્વ છે જે આયર્ન, ઝીંક અને કેલ્શિયમ જેવા ખનિજોના શોષણને અવરોધે છે. જ્યારે સોયાબીન ફણગાવવામાં આવે છે, ત્યારે આ એસિડનું પ્રમાણ ઓછું થઈ જાય છે, જેનાથી શરીર આ ખનિજોને વધુ સારી રીતે શોષી શકે છે.

ફણગાવેલા વટાણા - વટાણામાં પ્રોટીન, વિટામિન સી અને વિટામિન બી9 (ફોલેટ) નો ઉત્તમ સ્ત્રોત છે. ઘણા લોકો તેનાથી અજાણ છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તમે તેને ફણગાવીને તમારા આહારમાં સામેલ કરી શકો છો અને તેના પોષક તત્વોનો લાભ લઈ શકો છો.

ફણગાવેલા રાજમા - રાજમાને ફણગાવીને તમારા આહારમાં ઉમેરો. હેલ્થલાઈન અનુસાર, 184 ગ્રામ રાજમાં 79% વિટામિન સી અને 8 ગ્રામ પ્રોટીન હોય છે. આ પૌષ્ટિક આહાર તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, તેથી તેને સલાડ કે શાકભાજીમાં ઉમેરીને ખાઓ.
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
