એલ. જે. કે. યુનિવર્સિટી દ્વારા કલાંજલિ યુથ ફેસ્ટિવલનું કરાયું આયોજન, 563 વિદ્યાર્થીએ લીધો ભાગ
અમદાવાદમાં આવેલી એલ.જે.કે. યુનિવર્સિટી દ્વારા "કલાંજલિ યુથ ફેસ્ટિવલ" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

એલ.જે.કે. યુનિવર્સિટી દ્વારા "કલાંજલિ યુથ ફેસ્ટિવલ" નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 19 સંસ્થાઓએ ભાગ લીધો હતો.

આ ફેસ્ટિવલમાં ૫ મુખ્ય કેટેગરીઓ, મ્યુઝિક, ડાન્સ, ફાઇન આર્ટ્સ, લિટરરી અને થિયેટર સાથે કુલ ૨૨ સબકેટેગરીઓ સામેલ કરવામાં આવી હતી. 563 વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા રજૂ કરી હતી. આ કાર્યક્રમ 8 અને 9 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાયો હતો.

એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મસી (એલજીઆઇપી) ના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યા હતા. કુલ 17 સબકેટેગરીઓમાં વિદ્યાર્થીઓએ ટ્રોફી જીતીને પોતાની પ્રતિભા અને મહેનત સાબિત કરી હતી.

મ્યુઝિક, થિયેટર અને લોકનૃત્ય જેવી સ્પર્ધાઓ માટે નિષ્ણાત કોરિયોગ્રાફર્સ દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. સર્વાધિક કેટેગરીઝમાં સફળતા મેળવતા એલજીઆઇપીએ ચેમ્પિયન્સ ટ્રોફી પ્રાપ્ત કરી હતી. ખાસ નોંધનીય છે કે સતત બીજા વર્ષે આ સિદ્ધિ એલજીઆઇપીને મળી છે.

એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મસી પોતાની શિસ્તબદ્ધતા અને સંસ્કૃતિ માટે ઓળખાય છે.

અહીં અભ્યાસ કરતા પ્રતિભાશાળી અને પરિશ્રમી વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક ક્ષેત્રમાં જ નહીં, પરંતુ સર્વાંગી વિકાસ તરફ પણ માર્ગદર્શન આપવામાં આવે છે. સર્જનાત્મકતા, નેતૃત્વ અને સર્વાંગી વૃદ્ધિ પર આપેલ ભાર આ સિદ્ધિમાં સ્પષ્ટપણે ઝળકે છે, જે સંસ્થાના દૃષ્ટિકોણનું જીવંત પ્રતિબિંબ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
