James Webb ટેલિસ્કોપ તેની નવી નવી શોધને કારણે સતત ચર્ચામાં રહે છે. હાલમાં તેણે સૌર મંડળની બહારના એક ગ્રહ પરથી કાર્બન ડાયોકસાઈ શોધી કાઢયો છે.
આ ગ્રહ સૌર મંડળની બહાર સૂર્યની આસપાસ ફરે છે. આ ગ્રહ એક ગેસ જાયંટ છે.
આ ગ્રહનો વ્યાસ ગુરુ ગ્રહના કરતા 1.3 ઘણો વધારે છે. અને તેનું તાપમાન 900 ડિગ્રી છે. આ ગ્રહ 2011માં શોધાયો હતો પણ તેના વાયુ મંડળમાંથી કાર્બન ડાયોકસાઈડ હાલ આ ટેલિસ્કોપની મદદથી જાણવા મળ્યો છે.
James Webb ટેલિસ્કોપે આ ગ્રહની કેટલાક ફોટો લીધા હતા. જેમાં ગ્રહના રંગ પરથી જાણવા મળે છે કે ત્યાંના વાયુમંડળમાં કયો વાયુ છે.
થોડા સમય પહેલા આ સ્પેસ ટેલિસ્કોપે જૂપિટરનો સરસ અને સ્પષ્ટ ફોટો જાહેર કર્યો હતો.