Health Tips : શનિવાર અને રવિવારે કરો આ કામ, વિટામિન Dની ગોળી લેવાની જરૂર નહીં પડે
શનિવાર અને રવિવારની રજા હોય કે પછી રજાઓ હોય તમારા સ્વાસ્થ માટે 1-2 કલાકનો સમય જરુર કાઢો. ખાસ કરીને જે લોકોને શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય છે. તેમણે શનિ-રવિની રજામાં આ કામ કરવું જોઈએ.

આજકાલ દરેક લોકોના શરીરમાં વિટામિન ડીની ઉણપ થવા લાગી છે. બંઘ ઘર કે પછી ઓફિસમાં કામ કરનારા લોક વિટામિન ડીની સમસ્યાથી વધારે પરેશાન છે. તો આજે અમે તમને જણાવીશું કે, વિટામિન ડીની ઉણપ કઈ રીતે દુર કરશો.

માતા-પિતા ઓફિસ ચાલ્યા જાય છે, બાળકો સ્કુલે જાય છે મહિલાઓ ઘરના કામમાં વ્યસ્ત થઈ જાય છે. સવારે વિટામિન ડીથી ભરપુર તડકો લઈ શકતી નથી. જેના કારણે તેના શરીરમાં વિટામિન ડીની ઉણપ થવા લાગે છે. જેથી તે એક ગોળી લઈ લે છે.

પરંતુ આજે અમે તમને એક વાત જણાવીશું કે, વિટામિન ડીની ગોળી લેવાની જરુર નહિ પડે, શનિ-રવિની રજામાં સવારે 1-2 કલાક શરીર માટે આપો. સવારે ઉઠીને વોક પર જઈ આવો. કાં પછી બાળકો સાથે તડકાં બેસો, જો 2 દિવસ તડકાં બેસવાનું રાખશો. તો વિટામિન ડીની ગોળી લેવાની જરુર નહિ પડે. એટલે કે, અઠવાડિયામાં 1 ગોળી ખાવાના બદલે પરિવાર સાથે 1 કલાક તડકાંમાં બેસવાનું રાખો.

સુરજના કિરણો આપણા શરીર પર પડે તો શરીર વિટમિન ડી લઈ લે છે.એટલે કે, સવારે 1-2 કલાક તમારા શરીરને વિટામિન ડી લઈ ચાર્જ કરી લો. જેનાથી વિટામિન ડીની ઉણપ નહિ રહે તેમજ તમારો આખો દિવસ એનર્જીથી ભરપુર રહેશે.

વિટામિન ડીની ઉણપ પુરી કરવા માટે સવારે 8 થી 10 વાગ્યા સુધી તડકાંમા બેસો આ સમયે શરીરને સૌથી વધારે વિટામિન મળે છે. 10 વાગ્યા બાદ વધારે તડકો પડે છે. જે શરીરને નુકસાન પણ પહોંચાડે છે.
