જો ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બાળકનો જન્મ થાય, તો બાળકને ક્યા દેશની નાગરિકતા મળશે?
ફ્લાઈટમાં મુસાફરી કરવી દરેક માટે એક સુંદર અનુભવ હોય છે પરંતુ હજારો ફીટની ઉંચાઈ પર જો કોઈ મહિલા બાળકને જન્મ આપે છે. તો શું થશે? બાળકની નાગરિકતાને લઈ મનમાં અનેક સવાલો આવવા સ્વાભાવિક છે. તો ચાલો આ વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ.

ક્યારેક આપણે આશ્ચર્યજનક સમાચાર સાંભળીએ છીએ, જેમ કે ઉડતી ફ્લાઇટમાં બાળકનો જન્મ. આ ઘટનાઓ સાંભળવામાં રોમાંચક હોવા છતાં, એટલી જ પડકારજનક પણ છે. ખાસ કરીને, તે બાળકની નાગરિકતા વિશે ઘણા પ્રશ્નો ઉભા કરે છે.

આવી ઘટનાઓ ખુબ ઓછી જોવા મળે છે કરણ કે, મોટાભાગની એરલાઇન્સ ગર્ભવતી મહિલાઓને 28 કે 36 અઠવાડિયા પછી મુસાફરી કરવાની મંજૂરી આપતી નથી. કેટલીક એરલાઇન્સ મેડિકલ સર્ટિફિકેટ સાથે મુસાફરીની મંજૂરી આપે છે, પરંતુ ફ્લાઇટ દરમિયાન ડિલિવરીની શક્યતા ખૂબ ઓછી હોય છે.

જો કોઈ બાળકનો જન્મ ફ્લાઈટમાં થયો છે. તો તેની નાગરિકતા અનેક વાતો પર નિર્ભર કરે છે. જેમ કે, ફ્લાઈટ તે સમયે ક્યાં હતુ. પ્લેન ક્યાં દેશમાં રજિસ્ટેર્ડ છે અને માતા-પિતા ક્યા દેશના નાગરિક છે.

વિશ્વભરના મોટાભાગના દેશો સમાન નિયમનું પાલન કરવામાં આવે છે. તેઓ માતાપિતાની નાગરિકતાના આધારે બાળકની નાગરિકતા નક્કી કરે છે. ભારતમાં પણ સમાન નિયમ છે.જો કોઈ બાળક વિદેશથી આવતી ફ્લાઇટમાં જન્મે છે અને માતાપિતામાંથી એક ભારતનો છે, તો બાળક ભારતીય નાગરિકતા મેળવી શકે છે, પછી ભલે તે કોઈપણ દેશમાં જન્મ્યો હોય.

હવે આપણે આંતરરાષ્ટ્રીય કાનુન વિશે વાત કરીએ તો. જો બાળક કોઈ દેશની એરસ્પેસમાં જન્મલે છે, તો તે દેશ પોતાના કાનુનના આધાર પર નાગરિકતા આપી શકે છે. જેમ કે, અમેરિકા તેના એરસ્પેસમાં જન્મેલા બાળકોને અમેરિકાની નાગરિકતા આપે છે.

જો કોઈ બાળક એવા વિસ્તારમાં જન્મે છે જે કોઈપણ દેશની સરહદોની અંદર નથી (જેમ કે દરિયામાં ), તો નાગરિકતા નક્કી કરવી થોડી વધુ મુશ્કેલ બની જાય છે. આ પરિસ્થિતિમાં, સામાન્ય રીતે જે દેશમાં ફ્લાઇટ નોંધાયેલ છે તે દેશને ધ્યાનમાં લેવામાં આવે છે. (All photo : Canva)
જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. અહી ક્લકિ કરો
