Women’s health : શું તમને પીરિયડ્સ પછી પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ આવે છે? આ રીતે છુટકારો મેળવો
પીરિયડ્સ પછી કેટલીક વખત પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ આવે છે, આ ટિપ્સની મદદથી તમે ખંજવાળની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.જો ખંજવાળની સમસ્યા ચાલુ રહે અને તેની સાથે ફ્લો કે બળતરા પણ થાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

પીરિયડ્સ દરમિયાન અને ત્યારબાદ મહિલાઓમાં હંમેશા પ્રાઈવેટપાર્ટમાંથી ખંજવાળ અને અસ્વસ્થતા અનુભવે છે. આ માટે અનેક કારણો જવાબદાર હોય છે. જેમ કે, હોર્મોનલ પરિવર્તન, બેક્ટીરિયલ કે ફંગલ ઈન્ફેક્શન, જો તમે પણ પીરિયડ્સ બાદ ખંજવાળની સમસ્યાથી પરેશાન છો. તો આજે અમે તમને આનાથી કઈ રીતે રાહત મેળવવી તેના વિશે જાણીશું.

પીરિયડ્સ પછીની ખંજવાળથી છુટકારો મેળવવા માટે સ્ત્રીઓ ઘણીવાર વિવિધ ઉપાયો અજમાવે છે, પરંતુ તેમ છતાં તેઓ તેનાથી છુટકારો મેળવવામાં નિષ્ફળ જાય છે. જો કે, કેટલાક ઘરેલું ઉપચાર વજાઈનાની ખંજવાળને સરળતાથી દૂર કરવામાં મદદ કરી શકે છે.

પીરિયડ્સ બાદ વજાઈના ખંજવાળથી બચવા માટે તમારે પીરિયડ્સમાં વજાઈનાની સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો. કારણ કે, પીરિયડ્સ દરમિયાન નીકળનાર બ્લડમાં હાનિકારક બેક્ટીરિયા હોય છે.

જેનાથી ફંગલ ઈન્ફેક્શનનો ખતરો વધારે રહે છે. આ માટે હંમેશા પીરિયડ્સ દરમિયાન વજાઈનાની વારંવાર સફાઈ કરો અને સમય સમય પર પેડ પણ ચેન્જ કરો.

ફંગલ ઈન્ફેક્શન અને ખંજવાળ જેવી સમસ્યાઓથી લડવામાં નારિયળનું તેલ ખુબ મદદગાર છે. જે યોનિની આસપાસ ડ્રાઈનેસથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. તમે યોનિની આસપાસ આવશ્યક તેલ લગાવી શકો છો.

જો કોઈ પણ મહિલાને પીરિયડ્સ બાદ 4-5 દિવસ સુધી ખંજવાળનો સામનો કરવો પડે છે. તેમજ આ ઘરેલું ઉપાયથી રાહત મળતી નથી તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. આ સિવાય જો પેશાબ સમયે બળતરા,દુખાવો ,વજાઈનામાં સોજો, ડિસ્ચાર્જ થાય કે દુર્ગંધ આવે છે. તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

પીરિયડ દરમિયાન અને પીરિયડ બાદ વજાઈના હાઈજીનની સ્વછતાનું ધ્યાન રાખો. વધુ માત્રામાં પાણીનું સેવન કરો. વજાઈનાની આસપાસના ભાગમાં સુંગધિત વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
