દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન જેફ બેઝોસના શાહી લગ્નમાં છવાઈ ગઈ આ ગુજરાતણ, વેર્યા સુંદરતાના કામણ- જુઓ Photos

જેફ બેઝોસના શાહી લગ્નમાં ગુજરાતની આ એન્ટરપ્રિન્યોરનો અલગ જ અંદાજ જોવા મળ્યો. ગુજરાતની મોના પટેલે દરેક ફંક્શનમાં ગ્લેમરસ લુક કેરી કર્યો હતો અને આફ્ટર પાર્ટીમાં પણ ફક્ત તેની જ ચર્ચા છે. જ્યાં તેનો તિતલી ગાઉલ લુક સહુના આકર્ષણનું કેન્દ્ર બન્યો

ખરેખર, અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના વડોદરાની રહેવાસી મોના પટેલ વિશે. તે એક ફેશન એન્ટરપ્રિન્યોર અને કરોડો રૂપિયાની માલિક છે, જે મેટ ગાલા 2024માં બટરફ્લાય ગર્લ તરીકે આવી હતી અને આખી દુનિયામાં પ્રખ્યાત થઈ હતી. આ શાહી લગ્નના દરેક ફંક્શનમાં, તેણીએ પોતાનો સ્ટાઇલિશ લુક બતાવ્યો, તો આફ્ટર પાર્ટી ગાઉન લુકે તો સહુ કોઈને તેની સુંદરતાના કાયલ કરી દીધા. (ફોટો સૌજન્ય: Instagram @hautemona)

મોનાની ખાસિયત એ છે કે તે કોઈપણ ઇવેન્ટમાં ભાગ લે છે તેમાં શ્રેષ્ઠ દેખાવાનો પ્રયાસ કરે છે. આ જ કારણ છે કે તે જ્યાં પણ જાય છે, તેનો લુક ચાહકોને પ્રભાવિત કરે છે. અહીં પણ, તેણીએ Georges Hobeika ના ફોલ 2025 કોચર ગાઉનમાં હિરોઇન જેવી સ્ટાઇલ બતાવી. જેને તેણીએ એલિગન્સ અને ક્લાસી રીતે કેરી કર્યો હતો.

મોનાનો આ સ્લીવલેસ ગાઉન ક્રિસ્ટલ અને સિક્વિન વર્કથી ડેકોરેટ કરાયો હતો. જેનાથી ગાઉન વધુ શાઈન કરી રહ્યો હતો. તેને ન્યુડ બેજ ફેબ્રિકથી બનાવવામાં આવ્યો છે. જ્યારે નેકલાઇન ભારે શણગારેલા વર્કથી હાઇલાઇટ કરવામાં આવી છે, નેકલાઇનમાં શીયર નેટ ફેબ્રિક લગાવેલુ છે. સ્ટ્રેપી સ્લીવ્ઝ અને કમરને પણ સ્ટાર્સથી શણગારવામાં આવ્યા છે. જેમાં સુંદરતાની ચમક અલગ રીતે જોવા મળી હતી.

જ્યારે ગાઉનના ઉપરના ભાગને એક્દમ હેવી લુક આપી બોડી ફિટેડ કરાયો હતો, તો સ્કર્ટ પોર્શનમાં આપવામાં આવેલી ફ્લેયર્સ તેને એકદમ ડ્રીમી વાઈબ્સ આપે છે. તેની કમર પર હાફ સર્કલ સ્ટાઇલમાં સ્ટાર્સ લગાવવામાં આવ્યા હતા, જ્યારે સ્કર્ટના નીચેના હિસ્સાને પ્લેન રાખવામાં આવ્યો હતો. જેના પર થોડા થોડા અંતરે શાઈની ઈફેક્ટ લાવવ માટે સ્ટાર્સ લગાવેલા હતા. જેમા મોનાનો ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો અને તેના બોડી કર્વ્સ પણ સુંદર રીતે ફ્લોન્ટ થયા હતા.

ગાઉનના સ્કર્ટમાં વધુ કોઈ ડ્રામા ઉમેર્યા વિના, તેને નીચેથી હળવો રફલ અથવા ફ્રિલ જેવો કર્વી કટઆઉટ બોર્ડર આપવામાં આવી હતી. જ્યારે મોના તેને પહેરીને ચાલી, ત્યારે ગાઉનને ડ્રામેટિક ટચ મળ્યો. જેમાં તે અપ્સરા જે

મોનાનો લુક પરફેક્ટ છે, પરંતુ ટ્રેલે તેને વધુ જીવંત બનાવી દીધી. તેની ફ્લોર લેન્થ હેમ અને ફ્લોર પેટર્ન અદ્ભુત દેખાતી હતી અને તેણે ખરેખર ડિઝની પ્રિન્સેસ વાઇબ્સ આપ્યા હતા. તેથી જ બધા તેની સામે લોરેનના સુંદર દેખાવને ભૂલી ગયા અને દરેક વ્યક્તિ મોનાની સ્ટાઇલિશ અંદાજની પ્રશંસા કરતા થાકતા ન હતા.

મોનાએ ન ફક્ત કપડાંની દ્રષ્ટિએ બાજી મારી, પરંતુ તેની સ્ટાઇલ કરવાની શૈલી પણ અદ્ભુત છે. પછી ભલે તે મોટી ડાયમંડ ઇયરિંગ્સ હોય કે બંને હાથમાં વીંટી, બધું જ અદ્ભુત લાગતું હતું. સ્ટાઇલિશ બ્લેક સ્ટાર-સ્ટડેડ ચશ્મા અને સિલ્વર શાઇની ક્લચ પણ લુકની વાઇબ્સ સાથે મેચ થતા હતા. એવામાં મોના પટેલનો શાહી લુક જોવા લાયક હતો.

































































