Gujarat Election 2022: ગુજરાતના અનોખા મતદાતાઓ, ગુજરાતમાં ઉત્સાહ સાથે ઉજવાયુ લોકશાહીનું પર્વ
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેના પહેલા તબક્કામાં 59.24 ટકા મતદાન થયુ છે. આ મતદાનમાં વૃદ્ધ, દિવ્યાંગ, યુવા સહિત અનેક મતદાતાઓ જોવા મળ્યા હતા.

ગીરના જંગલમાં ભાજેણમાં ઉના બેઠક પર એક માત્ર મતદાતા મહંત હરીદાસજી ઉદાસિન માટે મતદાન મથક ખોલવામાં આવ્યુ હતુ.

ચાલવામાં અશક્ત મતદાતાઓ પણ લોકશાહીના આ પર્વમાં પોતાની ફરજ નીભાવવા પહોંચ્યા હતા.

સુરેન્દ્રનગરમાં માનસિક રીતે અશક્ત મતદાતાઓ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે મતદાન બાદ કેમેરા સામે પોઝ પણ આપ્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન માટે ટ્રાન્સઝેન્ડર મતદાતાઓ પણ મતદાન મથકો પર પહોંચ્યા હતા.

નવજાત બાળકની એક દિવસ પહેલા જ માતા બનેલી મહિલા મતદાતાઓએ પણ પહેલા તબક્કા દરમિયાન મતદાન કર્યુ હતુ.

ભરુચના 151 વાગરા બેઠક પર મતદાન માટે આલિયબેટમાં શિપિંગ કન્ટેનરમાંથી મતદાન મથક બનાવવામાં આવ્યુ હતુ. જ્યા મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન કરવા પહોંચ્યા હતા.

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે યુનિક મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગીર સોમનાથના માધુપુર જાંબુરમાં સિદ્દી સમાજના લોકો માટે મતદાન મથકો પણ યુનિક મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા.

વૃદ્ધ મતદાતાઓ પણ યુવાન જેવો જુસ્સો લઈને, ઉત્સાહ સાથે મતદાન કરવા વિવિધ મતદાન મથક પર પહોંચ્યા હતા.

અનેક નવા પરણિત યુવાઓ દાંપત્યજીવનમાં પગ મુકવાની સાથે જ લોકશાહીના પર્વમાં પોતાની ફરજ નીભાવવા પહોંચ્યા હતા.

'સાઈન લેન્ગવેજ હેલ્પ સેન્ટર'ની વ્યવસ્થા ગુજરાતના અનેક જિલ્લાઓમાં કરવામાં આવી હતી, જેમાં મુકબધિર લોકોની મતદાન સંબંધિત સમસ્યાઓ અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યુ હતુ.
