AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : મંગળસૂત્ર બનાવનારી કંપની લાવી રહી છે ‘IPO’, USA થી લઈને New Zealand સુધી વિસ્તાર્યો બિઝનેસ

મંગલસૂત્ર બનાવનારી કંપની તેનો IPO લાવી રહી છે. રોકાણકારોને ટૂંક સમયમાં જ આમાં રોકાણ કરવાની તક મળશે. જણાવી દઈએ કે, સબ્સ્ક્રિપ્શન પહેલા જ તેના GMPમાં જોરદાર વધારો થયો છે.

| Updated on: Sep 08, 2025 | 5:02 PM
Share
400 કરોડ રૂપિયાના આ IPOની પ્રાઇસ બેન્ડ 155-165 રૂપિયા નક્કી કરવામાં આવી છે. રિટેલ રોકાણકારો આમાં 14,850 રૂપિયાથી રોકાણ કરી શકે છે. કંપની 18 અને 22 કેરેટ સોનામાંથી બનેલા અમેરિકન ડાયમંડ અને સ્ટોન જડિત મંગળસૂત્ર બનાવે છે.

1 / 8
કંપનીનો IPO 10 સપ્ટેમ્બર 2025 ના રોજ ખૂલવા જઈ રહ્યો છે. આ IPO 12 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે અને તેનું એલોટમેન્ટ 15 સપ્ટેમ્બર, 2025 ના રોજ થશે તેવી શક્યતા છે. બીજું કે, તેનું સંભવિત લિસ્ટિંગ 17 સપ્ટેમ્બર 2025 ના રોજ થશે.

2 / 8
મંગળસૂત્ર બનાવનારી કંપની 'શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર' તેનો IPO લાવી રહી છે. જણાવી દઈએ કે, સબ્સ્ક્રિપ્શન પહેલા જ તેના GMPમાં જોરદાર વધારો થયો છે. 400.95 કરોડ રૂપિયાના આ બુક બિલ્ડિંગ ઇશ્યૂમાં 2.43 કરોડ નવા શેર જારી કરવામાં આવશે. આ IPO માં 'ઓફર ફોર સેલ' નથી, જેનો અર્થ એ છે કે IPO માંથી મળેલા બધા પૈસા કંપનીને પાસે જશે.

3 / 8
શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર IPO ની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 155-165 નક્કી કરવામાં આવી છે. એક લોટમાં 90 શેર છે અને રિટેલ રોકાણકારોને આમાં રોકાણ કરવા માટે રૂ. 14,850 (90 શેર) ની જરૂર પડશે.

4 / 8
શનિવારે શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર IPO નો GMP ઝડપથી વધ્યો છે. investorgain.com અનુસાર, શનિવારે તેનો GMP વધીને રૂ. 23 થયો છે. 165 રૂપિયાના ભાવ સામે તે 188 રૂપિયામાં લિસ્ટ થઈ શકે છે. GMP મુજબ, રોકાણકારોને લિસ્ટિંગમાં 13.94 ટકાનો ફાયદો થશે તેવી ધારણા છે.

5 / 8
શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર લિમિટેડ જાન્યુઆરી 2009 માં સ્થપાયેલી એક ભારતીય કંપની છે. આનું મુખ્ય કામ ભારતમાં વિવિધ પ્રકારના સુંદર મંગળસૂત્ર બનાવવાનું અને ડિઝાઇન કરવાનું છે. મળતી માહિતી અનુસાર, આ કંપની B2B વ્યવસાય કરે છે. ટૂંકમાં, તે તેનો માલ ડાયરેક્ટ ગ્રાહકોને નહીં પરંતુ દુકાનો અને કંપનીઓને વેચે છે.

6 / 8
કંપનીના ગ્રાહકોમાં દેશભરની મોટી કોર્પોરેટ કંપનીઓ, જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓનો સમાવેશ થાય છે. કંપનીનું નેટવર્ક ખૂબ મોટું છે અને તેની પહોંચ ભારતના 24 રાજ્યો તેમજ 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે. આ ઉપરાંત, કંપનીએ વિદેશમાં તેનો વ્યવસાય વિસ્તાર્યો છે અને હવે તે યુકે, યુએસએ, યુએઈ, ન્યુઝીલેન્ડ તેમજ ફીજી જેવા દેશોમાં તેની પ્રોડક્ટ વેચે છે.

7 / 8
આ કંપનીના કેટલાક મુખ્ય ગ્રાહકોમાં માલાબાર ગોલ્ડ, ટાઇટન, જીઆરટી જ્વેલર્સ, રિલાયન્સ રિટેલ અને દુબઈના દમાસ જ્વેલરી જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2025 સુધીમાં કંપનીએ 34 મોટી કોર્પોરેટ કંપનીઓ, 1089 હોલસેલરો અને 81 રિટેલ સ્ટોર્સને પ્રોડક્ટ સપ્લાય કરેલ છે.

8 / 8

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">