અદાણીના રોકાણકારો માટે ખુશખબર ! રૂપિયા ભેગા કરવા અદાણી ગ્રૂપનો માસ્ટર પ્લાન તૈયાર, દેવું ઘટાડવા પર ફોકસ, જાણો A ટુ Z વિગત

અદાણી જૂથની બે કંપનીઓ - અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા મોટી રકમ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે રોકાણકારો માટે સારા સમાચાર છે. જોકે અણી અસર શેર પર પડી શકે છે.

| Updated on: Jul 04, 2024 | 6:59 PM
અદાણી જૂથની બે કંપનીઓ - અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા મોટી રકમ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. આ રકમ લગભગ 2.5 અબજ ડોલર હશે. આ માટે અદાણી ગ્રૂપ છેલ્લા કેટલાક અઠવાડિયાથી રોકાણકારો સાથે વાતચીત કરી રહ્યું છે અને કેન્દ્રીય બજેટ પછી 2 QIP લોન્ચ થઈ શકે છે.

1 / 5
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ QIP હેઠળ, અદાણી એનર્જી સોલ્યુશન્સ લગભગ $750 મિલિયન (રૂ. 6,266 કરોડ) અને અદાણી એન્ટરપ્રાઇઝિસ $1.5 બિલિયન (રૂપિયા  12,532 કરોડ) એકત્ર કરવા જઇ રહી છે. બંને કંપનીઓ ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ અને વિકાસ પ્રોજેક્ટ્સ તેમજ કેટલાક ઉધાર ચૂકવવા માટે કરવાની યોજના ધરાવે છે. માહિતી અનુસાર, જેફરીઝ અને એક્સિસ કેપિટલ બંને કંપનીઓની ફંડ એકત્ર કરવાની પ્રક્રિયાના સંચાલન માટે નિયુક્ત કરવામાં આવી છે.

2 / 5
તમને જણાવી દઈએ કે બંને કંપનીઓને ભંડોળ એકત્ર કરવા માટે હાલમાં જ શેરધારકોની મંજૂરી મળી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરધારકોએ રૂ. 16,600 કરોડ સુધી એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપી હતી, જ્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરધારકોએ રૂપિયા 12,500 કરોડ સુધી ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી હતી.

3 / 5
હિંડનબર્ગના આક્ષેપો બાદ લગભગ દોઢ વર્ષ બાદ અદાણી ગ્રુપે ફંડ એકત્ર કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના આરોપોને કારણે અદાણી ગ્રુપના શેર ખરાબ રીતે તૂટ્યા હતા. લગભગ એક વર્ષ સુધી સંઘર્ષ કર્યા બાદ હવે ગ્રૂપ કંપનીઓના શેર ફરી એકવાર પાટા પર આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

4 / 5
અદાણી એનર્જી સોલ્યુશન્સના શેર સુસ્ત દેખાય છે. ગુરુવારે આ શેર રૂપિયા 1026.25 પર બંધ થયો હતો. અદાણી એન્ટરપ્રાઈઝની વાત કરીએ તો આ શેર 3142.05 રૂપિયા પર હતો. ટ્રેડિંગના અંતે શેર 1.49% ઘટીને બંધ રહ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">