ગુજરાતમાં નથી અટકી રહ્યો નક્લીનો કારોબાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ, આખે આખી કોર્ટ ઉભી કરી અબજોની જમીનો પચાવી પાડવાનું હતુ કારસ્તાન

ગુજરાતમાં આજકાલ નક્લીની ભરમાર ચાલી રહી છે. નકલી ઘી, નક્લી ટોલનાકુ, નક્લી IPS, નક્લી PMO નો ઓફિસર અને આખે આખી નક્લી કચેરી બાદ હવે નક્લી જજ સામે આવ્યો છે. બોગસ આરબીટ્રેશન ઉભુ કરી જજ તરીકે હુકમ કરનાર સામે ફરિયાદ નોંધવા આદેશ કરાયો છે. સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Oct 21, 2024 | 9:24 PM

નકલી આઇપીએસ, નકલી ટોલનાકુ, નકલી કચેરી બાદ નકલી કોર્ટ અને નકલી જજનો પર્દાફાશ થયો છે. જેમાં નકલી કોર્ટ કચેરીઓ ઉભી કરી અબજો રૂપિયાની સરકારી જમીનો પચાવી પાડવા માટે બોગસ આરબીટ્રેશન ઉભુ કરીને જજ તરીકે હુકમો કરવામાં આવતા હતા. આ મામલે કોર્ટમાં થયેલ દીવાની દરખાસ્તથી સમગ્ર મામલે ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ કોર્ટે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની સામે સિટી સિવીલ કોર્ટના જજ જે.એલ. ચોવટીયાએ રજિસ્ટ્રારને ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો છે. જેના આધારે સિટી સિવીલ કોર્ટના રજિસ્ટ્રારે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કોર્ટે નકલી કોર્ટમાં રાખવામાં આવેલ કોમ્પ્યુટર,સીપીયુ સહિતના ઉપકર્ણો જપ્ત કરવા પોલીસને આદેશ કર્યો છે.

સિટી સિવીલ કોર્ટે કરેલા હુકમમાં નોધ્યું છે કે, પાલડી પાસે આવેલી સરકારી જમીન પચાવી પાડવા માટે ગુનાહિત કાવતરું રચીને ફ્રોડ એવોર્ડ ઉભો કરવામાં આવ્યો હતો. આ ફ્રોડ એવોર્ડ હુકમ બનાવવા માટે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનને આર્બીટ્રેટર- તરીકે નિમવામાં આવેલ ન હોવા છતા પોતે આર્બીટ્રેટર-જજ તરીકે એકતરફી અને કાયદાના પ્રબંધો વગર ખોટી ટ્રીબ્યુનલ એક પ્રકારની કોર્ટ બનાવી હતી. આરોપીએ ન્યાયની કોર્ટ હોય તેવું વાતાવરણ ઉભુ કરી સ્ટાફ, વકીલો ઉભા કરી, જજની જેમ વર્તી જાતે જ કલેઈમ સ્ટેટમેન્ટ અરજી-દાવો તૈયાર કરી, પોતાની પાસે રજૂ કરાવ્યો હતો. દરખાસ્તમાં દર્શાવેલી જમીન વર્ષો પહેલાથી સરકારીની માલિકીની કિંમતી જમીન હોવા છતાં ફ્રોડ એવોર્ડ હુકમના આધારે દરખાસ્તની ખાનગી માલીકીની જમીન ઠેરવવા ફ્રોડ એવોર્ડ હુકમ ઉભો કર્યો હતો. બનાવટી આર્બીટ્રેટર કોર્ટ ઉભી કરનાર સેમ્યુઅલ ક્રિશ્વિયન અને તેની સાથે સંકળાયેલ સામે રજિસ્ટ્રારે ફરિયાદ દાખલ કરવાની રહેશે. મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચન દ્વારા ફ્રોડથી ઉભો કરવામાં આવેલ એવોર્ડ હુકમની અસલ નકલ ,દરખાસ્ત અરજી સહિતના સ્ટેટમેન્ટ પોલીસ ફરિયાદમાં સાથે સોંપવાની રહેશે.સિટી સિવિલ કોર્ટમાં દરખાસ્ત કરનાર બાબુજી છનાજી ઠાકોર અરજી નામંજૂર કરીને રૂ.50 હજાર દંડ કરવામાં આવે છે.

નકલી જજ હોવા છતા કોર્ટમાં નોંધાવેલ સ્ટેટમેન્ટમાં પણ પોતે જજ હોવાનું જણાવ્યું

બોગસ આર્બીટ્રેશન કોર્ટ ઉભી કરનાર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનની કોર્ટે સ્ટેટેમેન્ટ નોંધ્યુ હતુ. જેમાં તેને કોર્ટને જણાવ્યુ હતુ કે, ડૉ. મોરીશ સેમ્યુઅલ ક્રિશ્વિયન આર્બીટ્રેશન જજ તરીકે કામ કરુ છુ અને ગાંધીનગર રહુ છુ. કોર્ટમાં રજૂ થયેલ દરખાસ્ત સાથે આર્બીટ્રેટર કેસના ફાઈનલ એવોર્ડ બતાવીને ચુકાદો તમે આપ્યો છે તે સંદર્ભે મોરીશ સેમ્યુઅલે કોર્ટને જણાવ્યુ હતુ ,કે ફાઈનલ એવોર્ડ મેં આ કામમાં આપેલ છે અને તેમાં મારી સહી છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

સરકારી જમીન પચાવી પાડવા માટે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચન પોતે જ વકીલ રોકી આપતા હતા , જાતે કોર્ટ બનાવી (સામાન્ય લોકો ટ્રિબ્યુનલ અને તેના માહોલને કોર્ટ જ માને) , જાતે સ્ટાફ ઉભી કરી. પોતે આર્બીટ્રેટર જજ બની બેઠા હતા. પોતાને ત્યાં જાતે કેસ દાખલ કરાવી , જાતે ચુકાદો આપી, કરોડોની જમીનના અરજદારને માલીક બનાવી દીધા હતા. ફ્રોડ હુકમના આધારે કાયદાથી અસ્તિત્વમાં આવેલ સિટી સિવીલ કોર્ટમાં દરખાસ્ત દાખલ કરાવી હતી. આ ઉપરાંત કોર્ટમાં રજૂ થયેલ દરખાસ્તમાં એડવોકેટ પણ આર્બીટ્રેટર જજ મોરીસ સેમ્યુઅલએ જ રોકી આપ્યા હતા અને સતત દરખાસ્તનું મોનીટરીંગ કરી પોતે જાતે જ દરખાસ્તને માર્ગદર્શન આપતા હતા. મહત્વની વાત એ છે કે, મોરીસ સેમ્યુઅલએ દરખાસ્તર વતી દલીલો પણ કરી હતી અને દરેક સ્ટેજે કોર્ટને ગેરમાર્ગે દોરી સાચી હકીકતો રજૂ કરી નહોતી.

નકલી જજે હાઇકોર્ટ જજ જેવું ડાયસ ઉભુ કર્યું હતું

પ્રાથમિક તપાસમાં એવી વિગત ખુલી છે કે, નકલી જજએ ગાંધીનગરના સેક્ટર 24 ખાતે આખીય નકલી કોર્ટ ઉભી કરી હતી. જ્યાં તેણે હાઇકોર્ટના જસ્ટિસ પાસે હોય તેવું ડાયસ બનાવ્યું હતું. ઉપરાંત એક ચોપદાર પણ રાખ્યો હતો તે જ્યાં જાય ત્યાં આગળ ચોપદાર રહેતો હતો અને તે ડાયસ પર બેસીને જજ હોય તેમ જ બોગસ ઓર્ડરો કરતો હતો.

કરોડોની સરકારી મિલકત શોધી વ્યક્તિ ઉભા કરતો હતો

નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિન અમદાવાદ, ગાંધીનગરમાં આવેલ કરોડોની સરકારી જમીન શોધી કાઢતો હતો. ત્યારબાદ તે વ્યક્તિઓ ઉભા કરતો હતો અને તેમની સાથે ચાની કિટલીઓ પર મિટીંગ કરતો હતો. ત્યારબાદ જે વ્યક્તિને તૈયાર કર્યા હોય તેમના મારફતે આર્બીટેશનમાં(પોતાની કોર્ટમાં જ) અરજીઓ કરાવતો હતો અને ત્યારબાદ બે પાનાનો આદેશ કરી તે મિલકત તાત્કાલીક અસરથી જે તે વ્યક્તિને સોંપવા આદેશ કરી આપતો હતો. જો કે, તે આદેશનું પાલન કરાવવા કોર્ટમાં અરજી થતા સમગ્ર મામલે પર્દાફાશ થયો છે.

સરકારને ધ્યાને કેવી રીતે આવ્યું કૌભાંડ

પાલડીમાં આવેલ રેવન્યુ સર્વે નં 306ની ટીપી 6ના ફાઇનલ પ્લોટ 32ની સરકારી જમીન હોવા છતા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનએ ઠાકોર બાબુજી છનાજીને ઉભા કર્યા હતા અને આર્બીટેશનમાં તે મિલકત તેમની હોવાનો આદેશ(એવોર્ડ) કર્યો હતો. તે એવોર્ડનું પાલન કરાવવા માટે બાબુજી ઠાકોરે દીવાની દરખાસ્ત સેશન્સ કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં સામેવાળા પક્ષકાર તરીકે કલેક્ટરને દર્શાવવામાં આવ્યા હતા. જેથી સરકાર તરફે એડવોકેટ હરેશ શાહ અને વિજય બી. શેઠ હાજર રહ્યાં હતાં. તેમણે મિલકત અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મામલે લવાદની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ લવાદની નિમણૂંક બન્ને પક્ષની સમંતિથી નિમવી પડે. આ કેસમાં સરકારે કોઇ જ સમંતિ આપી ન હતી. ઉપરાંત સરકાર ક્યારેય લવાદ નિમતી જ નથી. જેથી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયને ખોટા આદેશ કરી જાતે જ લવાદ નિમ્યા હોવાનો ખુલાસો થયો હતો અને પછી આખુંય કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

11 દિવાની દરખાસ્તમાં ફરિયાદ થવાની શક્યતા

નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનને 11થી વધુ મિલકતો આ રીતે ખોટા આદેશ કરી આપી દીધી છે. આ તમામ 11 મિલકતોનું એવોર્ડ કરાવવા કોર્ટમાં દિવાની દરખાસ્ત કરવામાં આવી છે. જેથી આ તમામ આદેશ બોગસ હોવાનું સામે આવ્યું છે. જેમ પાલડીની મિલકત મામલે કોર્ટે ફરિયાદ નોધવા આદેશ કર્યો તેમ આ તમામ 11 કરોડોની મિલકતમાં ફરિયાદ નોંધવા આદેશ થવાની શક્યતા છે.

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">