આજનું હવામાન : અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ? જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આવનારા 2 દિવસ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પણ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આવનારા 2 દિવસ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પણ વરસી શકે છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા વરસાદી માહોલ રહે તેવી આગાહી કરી છે.
અંબાલાલ પટેલે વરસાદની કરી આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. તો આજે એટલે કે 22 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે તેવી આગાહી કરી છે.
માવઠા બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે !
વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નવેમ્બરમાં પણ બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં નવેમ્બરમાં પણ માવઠું થવીની આગાહી કરી છે. રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠા સાથે ઠંડીનો ચમકારો અનુભવાશે. 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં ગાત્રો થિજવતી ઠંડી પડવાની આગાહી કરી છે.