AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ : કેન વિલિયમસન બીજી મેચમાંથી પણ બહાર, પુણે ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડને મોટો આંચકો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ પુણેમાં રમાશે. બીજી મેચ પહેલા ન્યુઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી બેટ્સમેન કેન વિલિયમસન આ મેચમાં પણ રમી શકશે નહીં. તે હજુ પણ તેની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે.

| Updated on: Oct 22, 2024 | 2:59 PM
Share
24 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ બીજી ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. તેમનો સૌથી અનુભવી ખેલાડી અને પૂર્વ કેપ્ટન કેન વિલિયમસન હજી પણ સાજો નથી થયો અને હવે તે બીજી ટેસ્ટમાં પણ નહીં રમે.

1 / 5
તાજેતરની શ્રીલંકા ટેસ્ટ શ્રેણી દરમિયાન વિલિયમસન ઈજાગ્રસ્ત થયો હતો. ટીમને આશા હતી કે તે બીજી મેચ પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. પરંતુ આવું ન થઈ શક્યું અને હવે તે પોતાની ફિટનેસ પર કામ કરવા માટે ન્યુઝીલેન્ડમાં જ રહેશે.

2 / 5
ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે કહ્યું કે વિલિયમસન હાલમાં રિહેબિંગ કરી રહ્યો છે. તેની ઈજા ઘણી હદ સુધી ઠીક થઈ ગઈ છે, પરંતુ તે હજુ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરવા માટે તૈયાર નથી. તેણે રિકવરી અને તૈયારી માટે પૂરો સમય આપવાની વાત કરી છે. સ્ટેડે ત્રીજી ટેસ્ટમાં વિલિયમસનની વાપસીની આશા વ્યક્ત કરી છે.

3 / 5
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ 24 થી 28 ઓક્ટોબર ગુરુવાર દરમિયાન રમાશે. આવી સ્થિતિમાં, મેનેજમેન્ટને આશા હતી કે ટીમના વરિષ્ઠ ખેલાડીઓમાંથી એક કેન વિલિયમસન તેની ઈજામાંથી સાજો થઈ જશે. પરંતુ આ થઈ શક્યું નહીં. ન્યુઝીલેન્ડ માટે આ મોટો ફટકો છે. તેમની પાસે ટીમ ઈન્ડિયાને સતત બીજી મેચમાં હરાવીને ભારતમાં પ્રથમ વખત શ્રેણી જીતવાની તક છે. જો વિલિયમસન હાજર હોત તો ટીમને તેના અનુભવનો ફાયદો થયો હોત. પરંતુ તેની ગેરહાજરીમાં આ કામ મુશ્કેલ બની શકે છે.

4 / 5
એશિયામાં વિલિયમસનનો રેકોર્ડ શાનદાર છે. તે સ્પિન ખૂબ સારી રીતે રમે છે, તેથી તેનો રેકોર્ડ એશિયામાં ઘણો સારો છે. તેણે 24 ટેસ્ટ મેચોમાં 48.85ની એવરેજથી રન બનાવ્યા છે. તેમાં યુએઈમાં 64.70ની એવરેજથી બનાવેલા 647 રન સામેલ નથી. જોકે ભારતમાં તેનો રેકોર્ડ બહુ સારો રહ્યો નથી. તેણે ભારતમાં રમાયેલી 8 ટેસ્ટ મેચોમાં 33.53ની એવરેજથી રન બનાવ્યા છે. (All Photo Credit : Getty Images)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">