એક ફિલ્મે બનાવી દીધી નેશનલ ક્રશ, તૃપ્તિ ડિમરીનું ફિલ્મી કરિયર અને પરિવાર વિશે જાણો
ઉત્તરાખંડના ગઢવાલના એક સામાન્ય પરિવારમાં રહેતી તૃપ્તિ એક ભારતીય અભિનેત્રી અને મોડલ પણ છે. તે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેને નેશનલ ક્રશ પણ કહેવામાં આવે છે. તો ચાલો આજે આપણે તૃપ્તિ ડિમરીના પરિવાર વિશે વાત કરીએ.

તૃપ્તિએ બોલિવુડમાં સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ તેના ચાહકોમાં પણ વધારો થયો છે. તૃપ્તિ ડિમરીના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે.ચાલો જાણીએ કોણ છે તૃપ્તિ ડિમરી, જે હાલમાં પોતાના કામને કારણે ચર્ચામાં છે.

આજે આપણે બોલિવુડની નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરીના પરિવાર વિશે વાત કરીએ. બાળપણમાં ખુબ જ તોફાની હતી અભિનેત્રી

તૃપ્તિ ડિમરી ઉત્તરાખંડના ગઢવાલની રહેવાસી છે. તેનો જન્મ 23 ફ્રેબુઆરી 1994ના રોજ થયો છે. તેની માતાનું નામ મીનાક્ષી છે અને પિતાનું નામ દિનેશ છે. એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતુ કે, તેના માતા-પિતાએ તેના ફિલ્મી કરિયરમાં હંમેશા તેનો સાથ આપ્યો છે.

ડિમરીએ તેનું શાળાકીય શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલમાં કર્યું, અને શ્રી અરબિંદો કૉલેજ ઇવનિંગમાંથી અંગ્રેજી ઓનર્સમાં સ્નાતક પૂર્ણ કર્યું. સ્નાતક થયા બાદ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા, પુણે ખાતે અભિનય કરવાનું ચાલુ રાખ્યું હતુ.

તૃપ્તિ ડિમરી એક બોલિવુડુ સ્ટાર છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તેમણે ફિલ્મ મોમ (2017) માં અભિનયની શરૂઆત કરી હતી અને રોમેન્ટિક ડ્રામા લૈલા મજનુ (2018) માં તેની પ્રથમ લીડ રોલની ફિલ્મ હતી.

અન્વિતા દત્તની ફિલ્મ બુલબુલ (2020) અને કલા (2022) માં તેની એક્ટિંગ સૌને પસંદ આવી હતી, જેમાં તેને ફિલ્મફેર OTT એવોર્ડ મળ્યો હતો.

ફોર્બ્સ એશિયાની 2021ની 30 અંડર 30 યાદીમાં ડિમરીને સ્થાન મળ્યું હતું. ટોચની કમાણી કરનાર એક્શન ફિલ્મ એનિમલ (2023)માં સહાયક ભૂમિકા સાથે લોકપ્રિયતા મેળવી, શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ફિલ્મફેર પુરસ્કાર માટે નામાંકન મેળવ્યું હતુ, અને કોમેડી ફિલ્મ બેડ ન્યૂઝ (2024)માં અભિનય કર્યો છે.

તૃપ્તિ ડિમરી એનિમલ ફિલ્મથી ખુબ લાઈમલાઈટમાં આવી છે. આ ફિલ્મ બાદ ભાભી 2ના નામથી તેની ખુબ ચર્ચા થઈ છે. તે નેશનલ ક્રશ બની ગઈ છે.

અભિનેત્રીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં પોતાના બાળપણ વિશે ઘણા ખુલાસા કર્યા છે. તૃપ્તિ ડિમરીએ ખુલાસો કર્યો કે તે ખૂબ જ તોફાની અને જીદ્દી બાળક હતી. જો કોઈ તેને કંઈક કરવાની મનાઈ કરે, તો તે કામ ચોક્કસપણે કરતી હતી.

જો કે તૃપ્તિ ડિમરીએ વર્ષ 2017માં 'મોમ'થી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મ 'એનિમલ'થી સફળતા મળી હતી. તૃપ્તિ રાતોરાત સ્ટાર બની ગઈ

તૃપ્તિ ડિમરી પોતાની ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયોને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટના કલાકારો નવરાત્રી દરમિયાન અમદાવાદમાં આવ્યા હતા. આ સાથે ગુજરાતી ભોજનનો પણ સ્વાદ લીધો હતો.

તૃપ્તિ ડિમરી કામકાજના દિવસોમાંથી સમય કાઢી પરિવાર સાથે પણ સમય પસાર કરતી જોવા મળે છે. તૃપ્તિનો સ્ટાઈલિશ અંદાજ ચાહકોને ખુબ પસંદ આવે છે.

































































