માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ

22 Oct 2024

અમે તમને કેટલાક ઘરેલું ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે 5 મિનિટમાં તૈયાર કરી શકો છો. આ ઉપાયોથી ત્વચા સંબંધિત કોઈપણ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

22 Oct 2024

અમે તમને જે પણ નુસ્ખા જણાવી રહ્યા છીએ તેમાં એક વસ્તુ સમાન છે અને તે છે ફટકડી.

સ્કિન માટે ઘરેલું ઉપચાર

જો તમે રિંકલ્સ અને ફાઈન લાઈન્સની સમસ્યાથી પરેશાન છો તો તમારે લાવવુ પડશે ફટકડી અને ગ્લિસરીન.

ગ્લિસરીન સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે અને ફટકડીમાં ટાઈટનિંગ માટેના ગુણધર્મો હોય છે.

આ ઉપાય માટે અડધી ચમચી ફટકડીના પાવડરમાં એક ચમચી ગ્લિસરીન મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો અને હળવા હાથે મસાજ કરો.

આ મિશ્રણને તમારી સ્કિન પર વીસ મિનિટ સુધી રહેવા દો અને પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.

જો તમે તમારા ચહેરા પર નિખાર લાવવા ઈચ્છો છો, તો એક ચમચી ફટકડીમાં 2-3 ચમચી ગુલાબજળ મિક્સ કરીને તમારા ચહેરા અને ગરદન પર લગાવો.

 તેને 10-15 મિનિટ રહેવા દો. 10-15 મિનિટ પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ નુસ્ખાને અનુસરો.

સ્કીનનું લચીલાપણુ દૂર કરવા માટે એક ઈંડાની સફેદી અને અડધી ચમચી ફટકડી પાઉડરને મિક્સ કરો અને તમારા ચહેરા પર લગાવી દો. 15, 15 મિનિટ બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો 

સ્કિન પર રહેલા પિંપલ્સ (ખીલ)  અને તેના ડાઘ દૂર કરવા માટે ફટકડી પાવડર અને લીંબુના રસનું મિશ્રણ લગાવવુ જોઈએ. આ ઉપાય પિમ્પલ્સ અને ખીલને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે.

સ્કિન પર થતી બળતરા કે જલન માટે ફટકડી અને એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરા સ્કિનને નરમ બનાવે છે અને જલન ઘટાડે છે.