બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે બાબા સિદ્દીકીના આરોપીઓ, જાણો સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનો પરિવાર

લોરેન્સ બિશ્નોઈ એક ભારતીય ગેંગસ્ટર છે જે 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી અને 2018માં કાળિયાર શિકાર માટે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી ચૂક્યો છે. તો આજે સિદ્ધુ મૂસેવાલાના પરિવાર

| Updated on: Oct 13, 2024 | 1:56 PM
 2015માં પંજાબ પોલીસ જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવા લઈ રહી હતી ત્યારે તે ભાગી ગયો હતો. તે નેપાળ ગયો અને હથિયારો સાથે પંજાબ પાછો ફર્યો. થોડા મહિના પછી, તે ફરીથી પોલીસના હાથે ઝડપાઈ ગયો. લોરેન્સ બિશ્નોઈની માતા સુનીતાએ સરપંચની ચૂંટણી 2018 માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

1 / 6
હાલમાં લોરેન્સ બિશ્નોઈ પંજાબના લોકપ્રિય ગેંગસ્ટર તરીકે પ્રચલિત છે. તે ઘણીવાર તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે જેલમાં રહી ચૂક્યો છે પરંતુ તેના વિવિધ ગુનાહિત કારનામાને કારણે દેશભરમાં પ્રખ્યાત છે. તેની સામે વિવિધ પ્રકારના કેસ પેન્ડિંગ છે.

2 / 6
લોરેન્સ બિશ્નોઈનો જન્મ 22 ફેબ્રુઆરી 1992ના રોજ પંજાબના અંબોહર શહેરમાં થયો હતો. તેમના પિતા લવિન્દર સિંહ પંજાબ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા અને તેમની માતા ગૃહિણી હતી. લોરેન્સ તેના કોલેજકાળથી જ નાની મોટી ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા લાગ્યો હતો.  એક વખત તો લોરેન્સ હાથકડી પહેરી પરિક્ષા આપવા ગયો હતો પરંતુ તે નાપાસ થયો હતો.

3 / 6
 લોરેન્સ બિશ્નોઈ સૌપ્રથમ ત્યારે લોકોની નજરમાં આવ્યા જ્યારે તેણે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી.સિદ્ધુ મૂસેવાલાના મૃત્યુના થોડા કલાકો પછી, ગોલ્ડી બ્રાર અને બિશ્નોઈએ તેની હત્યાની જવાબદારી લીધી. સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી.

4 / 6
29મે, 2022ના રોજ તેના સાગરિતોએ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી નાખી હતી.  લોરેન્સ બિશ્નોઈ ડ્રગ્સની હેરાફેરી અને અન્ય પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ માટે અવારનવાર ચર્ચામાં રહે છે. આજે અમે તમને લોરેન્સ બિશ્નોઈના જીવન વિશે તેમજ તેના પરિવારમાં કોણ છે તે વિશે જણાવીશું.

5 / 6
કહેવામાં આવી રહ્યું છે કે, હાલના સમયમાં તેણે પોતાની એક ગેંગ બનાવી છે, જે લોરેન્સ જેલમાં છે ત્યારે તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે.2010માં પરીક્ષા આપતી વખતે પેપરની કોપી કરતા પકડાયો હતો. જ્યારે નિરીક્ષકે તેની ઉત્તરવહી છીનવી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેની ઉત્તરવહી સાથે પ્રથમ માળની બારીમાંથી કૂદી પડ્યો હતો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">