સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે. એક્ટર હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. ત્રણ દાયકાથી વધુના કરિયરમાં સલમાન ખાને અસંખ્ય પુરસ્કારો મેળવ્યા છે, જેમાં એક ફિલ્મ નિર્માતા તરીકે બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને અભિનેતા તરીકેનો ફિલ્મફેર પુરસ્કારનો સમાવેશ થાય છે.

સલમાન ખાને 1988માં આવેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’થી એક્ટિંગની શરૂઆત કરી હતી, જેમાં તેને સહાયક ભૂમિકા ભજવી હતી. તે સૂરજ આર.ને મળ્યો. સૂરજ બડજાત્યાની રોમેન્ટિક ફેમિલી ડ્રામા ‘મૈને પ્યાર કિયા’માં લીડ એક્ટર તરીકે ડેબ્યૂ કર્યું.ત્યારબાદ તે ‘બાગી’, ‘પથ્થર કે ફૂલ’, ‘લવ’ અને ‘કુરબાન’, ‘સૂર્યવંશી’, ‘જાગૃતિ’, ‘નિશ્ચય’ અને ‘એક બોય એક લડકી’, ‘અંદાજ અપના અપના’, ‘હમ આપકે હૈ કૌન’, ‘કરણ અર્જુન’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘હમ સાથ-સાથ હૈ’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘ચોરી ચોરી ચૂપકે ચુપકે’, ‘મુઝસે શાદી કરોગી’, ‘તેરે નામ’, ‘બજરંગી ભાઈજાન’ અને ‘એક થા ટાઈગર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અત્યાર સુધી સલમાન ખાને 80 થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.

ફિલ્મો સિવાય નાના પડદા પર પણ સલમાન ખાનનો દબદબો છે. તેના ફેમસ રિયાલિટી શો બિગ બોસને હોસ્ટ કરે છે. આ સિવાય સલમાન ખાન બોલીવુડના દબંગ ખાન તરીકે પણ ઓળખાય છે.

Read More
Follow On:

સલમાનની ‘મુન્ની’નું આ રુપ જોઈ લેત તો, ભણસાલી હીરામંડીમાં તરત આપી દેત રોલ

તમને સલમાન ખાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ની મુન્ની યાદ જ હશે. મુન્નીનું સાચું નામ હર્ષાલી મલ્હોત્રા છે. તે હવે ઘણી મોટી થઈ ગઈ છે, તેણે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝના ગીત પર એક રીલ બનાવી છે, જે થોડા જ સમયમાં વાયરલ થઈ ગઈ છે. તેનો વીડિયો જોયા બાદ લોકોએ તેની સરખામણી 'હીરામંડી'ના આલમઝેબ સાથે કરી હતી.

સલમાનની બહેનને છૂટાછેડા આપવાનો હતો આયુષ શર્મા ? અભિનેતાએ કર્યો ખુલાસો

સલમાન ખાનની બહેન અર્પિતાનો હસબન્ડ અને એક્ટર આયુષ શર્મા તેને ડિવોર્સ આપવા જઈ રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે શું ખરેખર અભિનેતા સલમાનની બહેનથી છૂટાછેડા લઈ રહ્યો છે ?

માત્ર સલમાન ખાન જ નહીં બીજા 2 બોલિવુડ સ્ટારના ઘરની પણ આસપાસ માર્યા હતા આંટા ફેરા , આરોપીએ કરી કબૂલાત

સુપર સ્ટાર સલમાન ખાન ફાયરિંગ કેસમાં દરરોજ નવા -નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ મામલે અત્યાર સુધી પોલિસે 5 આરોપીઓની ધરપરડ કરી છે. 2 દિવસ પહેલા ધરપકડ કરાયેલા આરોપીએ હવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Salman khan house firing : આ રાજ્યમાંથી ઝડપાયો 5મો આરોપી, શૂટરોને કરી હતી મદદ

Galaxy Apartment House Firing : સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગના મામલામાં એક નવું અપડેટ સામે આવ્યું છે. આ કેસમાં પાંચમા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં પાંચમા આરોપીની ધરપકડ કરી લીધી છે.

Breaking News : સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મોટા સમાચાર, આરોપીએ કરી આત્મહત્યા

સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બાંદ્રામાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા એક આરોપીએ આત્મહત્યા કરી છે, બપોરે 11 થી 12 વાગ્યા નજીક બાથરુમમાં આત્મહત્યા કરી છે.

Firing Case : ભાઈજાનના ઘર પર ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મળી મોટી સફળતા, વધુ બે લોકોની ધરપકડ, જુઓ વીડિયો

Galaxy Apartment Firing Case : સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનારા લોકોની ધરપકડ થઈ ચૂકી છે. હવે મુંબઈ પોલીસે આ કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરી છે. આ બંનેના નામ સોનુ સુભાષ ચંદર અને અનુજ થાપન છે, જેમની પંજાબમાંથી બંદૂક સપ્લાય કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

‘હીરામંડી’ના સ્ક્રીનિંગમાં સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી જોવા મળ્યા એકસાથે, ચાહકોએ કહ્યું- ‘ઈન્શાલ્લાહ’

ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી તેમના દરેક પ્રોજેક્ટને અત્યંત સમર્પણ સાથે તૈયાર કરે છે. ભલે ગમે તેટલો સમય લાગે. હવે સંજય લીલા ભણસાલી તેમની વર્ષોની મહેનતને દર્શકો સમક્ષ રજૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. દિગ્દર્શક તેની આગામી વેબ સિરીઝ હિરામંડીઃ ધ ડાયમંડ બઝાર માટે સમાચારમાં છે. આ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ પણ છે.

Salman Khan House Firing : સલમાન ખાનના ઘરે થયેલી ફાયરિંગની ટ્રેનિંગ આ રાજ્યમાં થઈ હતી, 10 ગોળીઓ ચલાવવાનો મળ્યો હતો ઓર્ડર

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરતની તાપી નદીમાંથી પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન એક બંદૂક અને કેટલીક ગોળીઓ મળી આવી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટનાને અંજામ આપનારા શૂટરોને ફાયરિંગની તાલીમ આપવામાં આવી હતી.

સલમાન ખાન ઘર પર ફાયરિંગ કેસની તપાસ સુરતમાં શરુ થઇ, તાપી નદીમાં શોધખોળ, જુઓ Video

સલમાન ખાન ઘર પર ફાયરિંગ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમની પુછપરછમાં અનેક ખુલાસા થયા છે. આ બંને આરોપી ભૂજમાંથી પકડાયા હતા, હવે આ કેસમાં આરોપીઓની પુછપરછના આધારે સુરતમાં પણ તપાસ શરુ કરવામાં આવી છે. 

સલમાન ખાન ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, પનવેલ ફાર્મફાઉસની આજુબાજુ આંટાફેરા માર્યા હતા

સલમાન ખાન ફાયરિંગ કેસમાં શૂટર વિશે ચોંકાવનારી માહિતી સામે આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસ સાથે જોડાયેલી વધુ માહિતી પણ શેર કરી છે. શૂટર ફાયરિંગ માટે ખાસ ટ્રેનિંગ પણ લીધી હતી.

ફાયરિંગની ઘટના બાદ પહેલીવાર જોવા મળ્યો સલમાન ખાન, હાઈ સિક્યુરિટી સાથે પહોચ્યોં એરપોર્ટ, જુઓ VIDEO

14 એપ્રિલે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના સામે આવી હતી. ત્યારથી અભિનેતાની સુરક્ષા કડક કરવામાં આવી છે. ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સલમાન ખાનને મળવા પહોંચ્યા હતા. હવે સલમાન ખાન શુક્રવારે સવારે કડક સુરક્ષા વચ્ચે મુંબઈથી નીકળતો જોવા મળ્યો હતો.

શું સલમાન ખાને હવે ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’નો મોહ છોડી દેવો જોઈએ? ભાઈજાન ક્યાં શિફ્ટ થઈ શકે?

Galaxy house : છેલ્લા 45 વર્ષથી સલમાન ખાન અને તેનો પરિવાર મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. તાજેતરમાં રવિવાર, 14 એપ્રિલ, 2024 ના રોજ, સવારે 4:55 વાગ્યે, ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પહેલા વર્ષ 2023માં પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તો ચાલો જાણીએ કે સલમાન ખાનના ઘર પર હુમલો કરવો આટલો સરળ કેમ છે.

સલમાન ખાનના ઘરની અંદરનો વીડિયો જોઈ લોકોએ કહ્યું, આટલા નાના રુમમાં રહે છે, જુઓ વીડિયો

સલમાન ખાનનું ઘર નાનું છે. આ વાત અનેક વખત ચર્ચાનો વિષય બની ચુકી છે. તે માતા-પિતા સાથે રહેવાના કારણે આ ઘર છોડી રહ્યો નથી. હવે ઘરની અંદરનો વીડિયો ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

1 લાખ એડવાન્સ, 3 વખત રેકી અને 13 KM દૂર રુમ…સલમાન ખાનના ઘરે ફૂલપ્રૂફ પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું ફાયરિંગ

Salman khan home firing : બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનારા આરોપી વિશે નવા ખુલાસા થયા છે. બેમાંથી એક આરોપી પહેલેથી જ લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલો હતો. જ્યારે બીજો આરોપી પાછળથી આ ટોળકીમાં જોડાયો હતો. આ બંનેએ ફાયરિંગ પહેલા 1 લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા. આ જ પૈસાથી તેણે ભાડા પર ઘર અને બાઇક ખરીદ્યું અને પોતાના ખર્ચા મેનેજ કર્યા. બંને અન્ય નંબર પર પણ સતત સંપર્કમાં હતા. હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તે કોનો નંબર છે?

બોલીવૂડ સુપર સ્ટાર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર, જુઓ વીડિયો

બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર આરોપીઓના 25 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.  મુંબઈની કિલ્લા કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓના રિમાન્ડ માગતા કોર્ટે 25 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">