AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moong Dal Appam Recipe: ઘરે સરળતાથી બનાવો મગનીદાળના અપ્પમ, દાળવડાંને પણ ભૂલી જશો

ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાક સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવા વાતાવરણમાં દાળવડા ખાવાની મજા કંઈક અલગ હોય છે. પરંતુ જો તમે ડાઈટ પર છો મગદાળના અપ્પમ એક વાર તમારે ટ્રાય કરવા જોઈએ. જે સ્વાદમાં દાળવડા જેવા લાગે છે.

| Updated on: May 16, 2025 | 2:47 PM
ભારતમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. ત્યારે તમે દાળવડાની જગ્યાએ મગનીદાળના અપ્પમ ઘરે સરળતાથી બનાવી શકો છો.

1 / 6
મગનીદાળના અપ્પમ બનાવવા માટે મગનીદાળ, લીલા મરચા, આદુનો ટુકડો, કોથમીર, ડુંગળી, ઈનો, મીઠું, તેલ, રાઈ, અડદની દાળ, મીઠા લીમડાના પાન સહિતની વસ્તુની જરુર પડશે.

2 / 6
મગનીદાળના અપ્પમ બનાવવા માટે સૌથી પહેલા મગની દાળને સારી રીતે ધોઈને આખી રાત પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ બીજા દિવસે દાળ ધોઈને પાણી કાઢી લો.

3 / 6
હવે દાળને મિક્સરજારમાં લઈ તેમાં આદુ-મરચાં એકસાથે પીસી લો. ધ્યાન રાખો કે દાળના દાણા આખા ન રહી જાય. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં રાઈ અને અડદની દાળ ઉમેરો. અડદની દાળ સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. તેમાં સમારેલી ડુંગળી અને લીલા ધાણા સહિતના વેજીટેબલ ઉમેરી સાંતળી લો.

4 / 6
હવે આ વઘારને મગનીદાળની પેસ્ટમાં ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે અપ્પમ પેનમાં તેલ લગાવો. ત્યારબાદ બેટરમાં ઈનો ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ બેટરને અપ્પમ પેનમાં ઉમેરી ઢાંકીને બંને બાજુ ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.

5 / 6
મગનીદાળના અપ્પમ બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો. હવે તમે આ અપ્પમને ચટણી સાથે પીરસી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">