Makhana Kulfi Recipe : ઘરે જ બનાવો મખાના કુલ્ફી, એક વાર ખાશો તો વારંવાર યાદ કરશો
ઉનાળામાં મોટાભાગના લોકો અવારનવાર આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે. પરંતુ બજારમાં મળતી આઈસ્ક્રીમનું વધારે સેવન કરવું સ્વાસ્થય માટે ખૂબ જ નુકસાનકારક છે. તો આજે ઘરે સરળતાથી મખાના કુલ્ફી બનાવવાની રેસિપી જણાવીશું.

બજારમાં વિવિધ ફ્લેવરની કુલ્ફી વેચાતી હોય છે. જેમાં મોટી માત્રામાં એસેન્સ નાખવામાં આવતું હોય છે. જેથી આ કુલ્ફી ખાવાથી સ્વાસ્થ્યને હાનિ થાય છે. ત્યારે આજે મખાનાની કુલ્ફી બનાવવાની સરળ રેસિપી જણાવીશું.

મખાના કુલ્ફી બનાવવા માટે મખાનાનો પાઉડર, ક્રીમ, ખજૂર, ખાંડ અથવા ગોળ, ડ્રાયફ્રુટ, દૂધ સહિતની વસ્તુની જરુર પડશે.

સૌથી પહેલા એક પેનમાં મખાના લઈ તેને સાંતળી લો. ત્યારબાદ મખાનાને ઠંડા થવા મુકો. ત્યારબાદ એક મિક્સર જારમાં મખાના, બદામ, કાજુ સહિતના ડ્રાયફ્રુટ ઉમેરી તેનો પાઉડર બનાવી લો.

હવે એક પેનમાં દૂધ ઉકાળવા મુકો. ત્યારબાદ તેમાં દૂધ અડધુ થાય ત્યારે તેમાં મખાનાનો પાઉડર ઉમેરી સતત હલાવતા રહો. જેથી મિશ્રણમાં ગાંઠા ન પડી જાય.

હવે તેમાં ગોળ અથવા ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ ડ્રાયફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરી કુલ્ફીના મોલ્ડમાં મિશ્રણને કાઢી લો.

કુલ્ફીને ફ્રિજરમાં સેટ થવા મુકી દો. ત્યારબાદ તમે આ મખાના કુલ્ફીને સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
