પીરિયડ્સ દરમિયાન દરેક મહિલાએ આ 4 ફુડ જરુર ખાવા જોઈએ, નિષ્ણાતો જણાવી રહ્યા છે તેના ફાયદા
પીરિડયસના 4 થી 5 દિવસ સુધી મહિલાઓ માટે ખુબ જ દર્દનાક હોય છે. ખુબ જ દુખાવો, પીડા, મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીડાદાયક સમયગાળો દિનચર્યાને ખરાબ રીતે અસર કરે છે. ન તો તેને કામ કરવાનું મન થાય છે અને ન તો ક્યાંય ગમે છે.તમે પણ જો પીરિડય દરમિયાન કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આ ફુડનું સેવન કરી શકો છો.

જો તમે પણ પીરિયડ્સ દરમિયાન થતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી આ ટિપ્સને અનુસરો. હેલ્થ એક્સપર્ટ પીરિયડ્સ દરમિયાન અમુક ફુડ ખાવાની સલાહ આપે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

પીરિયડસ દરમિયાન હેવી ફ્લોના કારણે શરીરમાં નબળાઈ આવી જાય છે.શરીરમાં એનર્જી બિલકુલ રહેતી નથી. ત્યારે કેળા ખાવાથી તમને ભરપુર માત્રામાં એનર્જી મળી શકે છે. તે બ્લ્ડ ફ્લોને નોર્મલ કરે છે અને દુખાવામાં પણ રાહત આપે છે.

પીરિયડ્સ દરમિયાન ડાર્ક ચોકલેટ ખાવી પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં કોકો બીન હોય છે જે મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે, જે ગર્ભાશયના સ્નાયુઓને આરામ આપે છે. ખેંચાણથી રાહત આપે છે. જે ચીડિયાપણું, ગુસ્સો અને મૂડ સ્વિંગથી રાહત આપે છે. (Photo : clevelandclinic.org)

પીરિડયસ દરમિયાન ગોળના નાના ટુકડા ખાવાથી પણ તમને દુખાવામાં આરામ મળી શકે છે. ગોળ ખાવાથી શરીરમાં એંડોર્ફિન હોર્મેનનું ઉત્પાદન વધે છે. જેનાથી દુખાવામાં આરામ મળે છે. આ સાથે આયરન લેવલ પણ મેન્ટેન કરવામાં મદદ કરે છે.

પીરિયડસમાં હંમેશા બ્લોટિંગની સમસ્યાઓ થાય છે. ત્યારે જો તમે યોગાર્ટનું સેવન કરી શકો છો. દહીમાં પ્રોબાયોટિક્સ હોય છે જે બેક્ટરિયા માટે ફાયદાકારક હોય છે. જે પાચનતંત્રને યોગ્ય રાખે છે. આ સિવાય તેમાં પ્રોટીન , કેલ્શિયમ, ફેટ્સ પણ ભરપુર માત્રામાં જોવા મળે છે. આ તમને રિફેશ ફીલ કરાવે છે. ( photo : reusellcvs.life)
