સ્પેનમાં વિનાશક પૂરે મચાવી તબાહી, 140ના મોત, અનેક લાપત્તા, જુઓ ફોટો

સ્પેનમાં આવેલા વિનાશક પૂરે તબાહી મચાવી છે. પૂરપ્રકોપના કારણે પરિસ્થિતિ અંત્યત ખરાબ થઈ જવા પામી છે. મુશળધાર વરસાદને કારણે ચારેબાજુ પાણી જ પાણી જોવા મળે છે. પૂરના કારણે અત્યાર સુધીમાં સ્પેનમાં 140 લોકોના મોત થયા છે. દરમિયાન, સ્પેનિશ સત્તાવાળાઓએ પૂરથી પ્રભાવિત વિસ્તારના લોકોને બચાવ કામગીરી દરમિયાન ઘરમાં જ રહેવા વિનંતી કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2024 | 12:56 PM
સ્પેનમાં આવેલા વિનાશક પૂરના કારણે અત્યાર સુધીમાં 140 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.

1 / 6
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, પૂરના પાણીની સાથે ઘસી આવેલા કાદવમાં અનેક વાહનો ખેચાઈ અને ફસાઈ ગયા હતા. લોકો પોતાનો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા હતા. ઘસમસતા પૂરના પાણીના જોરદાર પ્રવાહમાં ઘણા લોકો તણાઈ ગયા હતા અને ઘણા લોકો કાદવમાં ફસાઈ ગયા હતા જેના કારણે તેમના મૃત્યુ થયા હતા.

2 / 6
સ્પેનના પરિવહન પ્રધાન ઓસ્કર પુએન્ટેએ, સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, સેંકડો લોકોને અસ્થાયી આવાસમાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યારે માર્ગ અને રેલ પરિવહન સેવા ગંભીર રીતે ખોરવાઈ જવા પામી છે. તેમણે કહ્યું કે સ્પેનના મેડ્રિડ અને વેલેન્સિયા વચ્ચે હાઇ-સ્પીડ લાઇનને ફરીથી પૂર્વવત કરવામાં ત્રણ અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.

3 / 6
હજુ પણ ઘણા લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. લોકોને શોધવા માટે બચાવના પ્રયાસો ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વેલેન્સિયા શહેર પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.

4 / 6
વડા પ્રધાન પેડ્રો સાંચેઝે પૂર્વીય વેલેન્સિયા અને કેસ્ટેલોન શહેરના રહેવાસીઓને તેમના ઘરોમાં રહેવા અને કટોકટીની સેવાઓના ઈમરજન્સી કોલ્સને અનુસરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે આ સમયે સૌથી મહત્વની બાબત એ છે કે શક્ય તેટલા લોકોના જીવ બચાવવા. સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.

5 / 6
1,200 થી વધુ સૈનિકોએ બચી ગયેલા લોકોને શોધવા અને કાટમાળના રસ્તાઓ સાફ કરવા માટે નગરો અને ગામડાઓમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હોવાનું કહેવાય છે. સરકારના મંત્રીઓએ ચેતવણી આપી છે કે, હજુ પણ ઘણા લોકો ગુમ હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. વરસાદના કારણે બચાવકર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ( તસવીર સૌજન્ય-PTI)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">