દાદીમાની વાતો: પત્નીને ક્યારે અને શા માટે પતિની ડાબી બાજુ બેસવાની સલાહ આપવામાં આવે છે?
દાદીમાની વાતો: સનાતન ધર્મ તેની પરંપરાઓ અને પૂજા માટે જાણીતો છે. દર વખતે આ પરંપરાઓ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. એવું કહેવાય છે કે આ બધી માન્યતાઓનો ઉલ્લેખ પૌરાણિક કથાઓ અને શાસ્ત્રોમાં ક્યાંક જોવા મળે છે. આજે આપણે જાણીશું કે પત્નીને પતિનો ડાબો ભાગ કેમ માનવામાં આવે છે.

સનાતન ધર્મ તેની પૂજા અને વિવિધ માન્યતાઓ માટે જાણીતો છે. આમાં ઘણી બધી બાબતો એવી છે જે લોકોને આશ્ચર્યચકિત કરે છે, જ્યારે ઘણી મહત્વપૂર્ણ બાબતો એવી છે જે આખી દુનિયાને એક ખાસ પાઠ શીખવે છે. તેમજ પત્નીને પતિની વામાંગી અને અર્ધાગિંની માનવામાં આવે છે. જો કે આ પાછળનું કારણ દેવતાઓના દેવ મહાદેવ અને દેવી પાર્વતી સાથે સંબંધિત છે, તો ચાલો જાણીએ કે લગ્ન પછી પત્ની, પતિની ડાબી બાજુ કેમ બેસે છે.

લગ્ન પછીના ફેરફારો: લગ્ન પહેલાં, પુત્રીને પૂજા દરમિયાન તેના પિતાની જમણી બાજુ બેસાડવામાં આવે છે. કારણ કે તે તેમના રક્ષણ હેઠળ હોય છે. લગ્ન પછી, પત્ની પતિની ડાબી બાજુ બેસે છે. કારણ કે તે હવે તેની પત્ની છે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમાન ભાગીદાર છે.

પત્નીને વામાંગી કેમ કહેવામાં આવે છે?: ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવને અર્ધનારેશ્વર કહેવામાં આવે છે અને ડાબો ભાગ શક્તિનું સ્વરૂપ છે, જેના કારણે સ્ત્રીને વામાંગી કહેવામાં આવે છે. તેનો અર્થ છે, ડાબી બાજુની અધિકારી.

પ્રચલિત માન્યતાઓ અનુસાર લગ્ન પછી પત્ની હંમેશા તેના પતિની ડાબી બાજુ બેસે છે. પરંતુ કેટલાક કાર્યો એવા છે જેમાં તે જમણી બાજુ બેસે છે, જેમ કે ધાર્મિક વિધિઓ (સાંસ્કૃતિક લગ્ન રિવાજો) વગેરે. એવું કહેવાય છે કે સ્ત્રીએ સિંદૂર ચઢાવતી વખતે, ઘરે પાછા ફરતી વખતે, આશીર્વાદ લેતી વખતે અને ભોજન કરતી વખતે તેના પતિની ડાબી બાજુ રહેવું જોઈએ.

ધાર્મિક અને યોગિક તર્ક: ઇડા અને પિંગલા નાડી સાથે આ જોડાયેલું છે. યોગ શાસ્ત્રમાં ઇડા નાડીને ડાબી બાજુ અને પિંગલા નાડીને જમણી બાજુનું સ્થાન માનવામાં આવે છે. ઇડા = ચંદ્ર ઊર્જા (ઠંડુ, સ્ત્રીની, ભાવનાત્મક), પિંગલા = સૂર્ય ઊર્જા (ગરમ, પુરુષાર્થ, ક્રિયાશિલ). પતિની પિંગલા (ક્રિયાશિલ) ઉર્જા પત્નીની ઇડા (ભાવનાત્મક) ઉર્જા દ્વારા સમર્થિત હોય છે. આમ માનસિક અને આધ્યાત્મિક સંતુલન બનાવે છે. પત્નીને ઇડા નાડી સાથે જોડવામાં આવી છે.

સ્ત્રીઓને 'અર્ધાંગિની' કેમ કહેવામાં આવે છે?: તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં, પત્નીને પતિનો અડધો ભાગ કહેવામાં આવે છે કારણ કે તે તેના પતિના જીવનના દરેક સુખ-દુઃખમાં અથવા કોઈપણ પ્રકારના કામમાં સમાન રીતે સાથ આપે છે. શ્રાદ્ધ કે તર્પણ જેવી કેટલીક ખાસ પૂજાઓમાં પત્ની તેના પતિ સાથે બેસતી નથી. કારણ કે તે "શૃંગાર વગર" અને ખાસ નિયમો સાથે કરવામાં આવે છે.

ડાબી બાજુ બેસવું ક્યારે જરૂરી છે?: ગૃહપ્રવેશ, યજ્ઞ-હવન, સત્યનારાયણ કથા, ગ્રહ શાંતિ પૂજા, સંતાન ગોપાલ પૂજા. શ્રાદ્ધ વિધિ સિવાય, લગભગ બધા જ શુભ કાર્યોમાં પત્નીએ પતિની સાથે બેસવું જરુરી માનવામાં આવે છે.

આ સાથે જીવનસાથી બનીને તે તેના પતિની જવાબદારીઓ સંપૂર્ણ સમર્પણ સાથે નિભાવે છે. પત્ની અને પતિનો સંબંધ એકબીજા વિના સંપૂર્ણપણે અધૂરો રહે છે. તેથી સનાતન ધર્મમાં પત્નીને પતિની અર્ધાંગિની કહેવામાં આવી છે.
અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'અવનવી રેસિપીની સ્ટોરી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
