વાવાઝોડુ દાના સર્જશે વિનાશ ! 120 કિ.મી.ની ઝડપે ફૂંકાશે તોફાની પવન, 3 લાખનુ સ્થળાંતર, ટ્રેન-વિમાની સેવા સ્થગિત, જુઓ ફોટા
બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડુ દાના ધીમે ધીમે ઓડિશા તરફ આગળ વધી રહ્યુ છે. વાવાઝોડુ દાનાની અસર હેઠળ 120 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલ સુધીમાં ઓડિશાના દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકશે. જેને ધ્યાને લઈને વાવાઝોડાની જેને અસર થવાની છે સંભાવના છે તેવા 14 જિલ્લાને સાંકળતી ટ્રેન અને વિમાની સેવા હાલ પુરતી સ્થગિત કરી દેવાઈ છે.


બંગાળની ખાડીમાં ઉદભેવલ વાવાઝોડુ દાના 24-25 ઓક્ટોબરે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકવાની આગાહીને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડ હાઇ એલર્ટ પર છે.

વાવાઝોડું દાના પશ્ચિમ બંગાળ અને ઓડિશા બંને રાજ્યોમાં ત્રાટકશે, પરંતુ ઓડિશા સૌથી વધુ પ્રભાવિત થવા જઈ રહ્યું છે, જેની અસર ઓડિશા રાજ્યમાં પણ જોવા મળી રહી છે.

વિનાશક વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને, ઓડિશાના લગભગ 3 લાખ લોકોને પહેલાથી જ સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે,

વાવાઝોડા 'દાના' ઝડપથી આગળ વધી રહ્યું છે. ઓડિશા સરકારે વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને વિવિધ તૈયારીઓ કરી છે. સરકારે રાજ્યના 14 જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં 288 બચાવ ટુકડીઓ તૈનાત કરી છે.

વાવાઝોડુ ઓડિશા રાજ્યમાં ત્રાટકશે ત્યારે તેની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર, જગતસિંહપુર અને પુરી જેવા પ્રભાવિત જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ( તમામ તસવીર સૌજન્ય-PTI )

































































