Breaking News : ક્રિકેટર યશ દયાલને જાતીય સતામણી કેસમાં રાહત મળી, હાઈકોર્ટે યુવતી પાસેથી પણ જવાબ માંગ્યો
યશ દયાલ વિરુદ્ધ આ FIR 6 જુલાઈના રોજ ગાઝિયાબાદ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 69 (છેતરપિંડી દ્વારા જાતીય સંબંધ) હેઠળ નોંધવામાં આવી હતી. ફરિયાદી અનુસાર, જ્યારે બંને લગભગ 5 વર્ષ પહેલાં મળ્યા હતા, ત્યારે દયાલે મહિલા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.

૨૭ વર્ષીય ક્રિકેટર યશ દયાલે એક મહિલા દ્વારા જાતીય સતામણીના કેસમાં FIR દાખલ કર્યા બાદ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ૬ જુલાઈના રોજ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પહેલા, ક્રિકેટર ગાઝિયાબાદમાં તેની વિરુદ્ધ નોંધાયેલા કેસ અંગે અલ્હાબાદ હાઈકોર્ટ ગયો હતો.અલ્હાબાદ હાઈકોર્ટ સુનાવણી દરમિયાન કહ્યું કે 5 વર્ષ સુધી કોઈને મૂર્ખ બનાવી શકાય નહીં.

27 વર્ષીય ક્રિકેટર યશ દયાલે એક મહિલા દ્વારા જાતીય સતામણીના કેસમાં FIR દાખલ કર્યા બાદ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. 6 જુલાઈના રોજ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

દયાલ પર લગ્નના બહાને એક મહિલાનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, બંને લગભગ 5 વર્ષ પહેલા મળ્યા હતા જ્યારે દયાલે મહિલા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.

પીડિતાનો એવો પણ દાવો છે કે યશ દયાલે વારંવાર લગ્નના તેના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. અને પછી તેણીને ખબર પડી કે તેના ઘણી અન્ય મહિલાઓ સાથે પણ સંબંધો છે. આ ફરિયાદ શરૂઆતમાં 21 જૂને મુખ્યમંત્રીના ઓનલાઈન ફરિયાદ નિવારણ પોર્ટલ (IGRS) પર કરવામાં આવી હતી.

યશ દયાલનો જન્મ 13 ડિસેમ્બર 1997માં થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું પ્રતિનિધિત્વ કરે છે. તે ડાબા હાથનો ફાસ્ટ-મીડિયમ બોલર છે.
ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. ક્રિકેટના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
