રોહીત શર્માના નિશાને આવ્યો ધોનીનો આ વિશ્વ રેકોર્ડ, જાણો રોહીત ક્યારે તોડશે આ વિક્રમ
મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટ વિશ્વકપમાં બે વાર કેપ્ટનશીપ કરીને કુલ 14 મેચ જીતીને એક નવો વિક્રમ રચ્યો છે. જ્યારે રોહીત શર્માએ એક વિશ્વ કપમાં કેપ્ટનશીપ કરીને 10 મેચ જીતવાનો વિક્રમ રચ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની, 14 મેચ જીતીને વિશ્વકપમાં સૌથી વધુ મેચ જીતવાના ક્રમમાં પાંચમા ક્રમે આવે છે.

વર્લ્ડ કપના સૌથી સફળ કેપ્ટનની લિસ્ટમાં સૌથી પહેલુ નામ ઓસ્ટ્રેલિયન કેપ્ટનનું જ છે. આ લિસ્ટમાં ભારતનો સૌથી લોકપ્રિય કેપ્ટન પણ સામેલ છે.

રિંકી પોન્ટિંગે વર્ષ 2003થી 2011 દરમિયાન 29 વનડે વર્લ્ડ કપ મેચ રમી. જેમાંથી 26 વર્લ્ડ કપ મેચમાં રિંકી પોઈન્ટિંગની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી. તે વનડે વર્લ્ડ કપનો સૌથી સફળ કેપ્ટન છે. તેની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમે વર્લ્ડ કપમાં માત્ર 2 મેચમાં હારનો સામનો કરવો પડયો છે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન ફ્લેમિંગે વર્લ્ડ કપમાં પોતાની ટીમને 27માંથી 16 મેચ જીતાડી છે. તેની કેપ્ટનશીપ હેઠળ ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપની 10 મેચમાં હારનો સામનો કરવો પડયો હતો.

દિગ્ગજ ક્રિકેટર ક્લાઇવ લોયડે વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ માટે 17 મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાંથી વેસ્ટ ઈન્ડિઝે 15 મેચમાં જીત મેળવી છે.

કેપ્ટન કૂલ ધોનીએ વનડે વર્લ્ડ કપની 17 મેચમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી. જેમાંથી 14 મેચમાં જીત, 2 મેચમાં હાર અને 1 મેચ ટાઈ રહી હતી. તેણે વર્ષ 2011 અને 2015ના વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યુ હતુ. ધોનીની વિનિંગ સિક્સર સાથે ભારતીય ક્રિકેટ ટીમે 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. જો કે એમ એસ ધોનીએ વિશ્વકપમાં બે વાર કેપ્ટનશીપ કરીને 14 મેચ જીતવાનો વિક્રમ કર્યો છે. જ્યારે રોહીત શર્માંએ એકવાર વિશ્વકપમાં કેપ્ટનશીપ કરીને 10 મેચ જીતવાનો વિક્રમ રચ્યો છે. જો રોહીત શર્માને બીજીવાર ક્રિકેટ વિશ્વકપમાં કેપ્ટન બનાવવામાં આવે તો ધોની સહીત વિશ્વના અનેક કેપ્ટનના વિક્રમ રચી શકે છે.

વર્ષ 1983 થી 1992 દરમિયાન ઈમરાન ખાને 22 મેચમાં પાકિસ્તાનની કમાન સંભાળી હતી. જેમાંથી તે માત્ર 14 મેચમાં ટીમને જીત અપાવી શક્યા. પાકિસ્તાને ઈમરાન ખાનની કેપ્ટનશીપ હેઠળ 1992માં વર્લ્ડ કપ જીત્યો હતો.