ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની તમામ ફ્રેન્ચાઈઝીની રિટેન્શન લિસ્ટ માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે દિવાળીના દિવસે 31 ઓક્ટોબરના રોજ તમામ ફ્રેન્ચાઈઝી પોતાની તમામ રિટેન્શન લિસ્ટ જાહેર કરી દેશે. તો ચાલો જાણીએ તમે મફતમાં લાઈવ રિટેન્શન લિસ્ટ ક્યાં જોઈ શકશો.
IPL 2025 રીટેન્શન લિસ્ટ 31 ઓક્ટોબરે રોજ છે. આઈપીએલ 2025 રિટેન્શન લિસ્ટ જાહેર કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સાંજના 5 વાગ્યા સુધીની છે. તમામ ફ્રેન્ચાઈઝીઓ આ પહેલા રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ સબ્મિટ કરવાનું રહેશે.
આઈપીએલ 2025 રિટેન્શન લિસ્ટ લાઈવ તમે ઓનલાઈન જિયો સિનેમા એપ પર જોઈ શકશો. જ્યારે ટીવી પર લાઈવ ટેલીકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જોઈ શકાશે. રિટેન્શન શો સાંજે 4 : 30કલાકે જોઈ શકશો.
તમે Jio Cinema એપ પર IPL 2025ની રીટેન્શન લિસ્ટ ફ્રીમાં જોઈ શકો છો. તેના માટે તમારે ફક્ત તમારા મોબાઈલ ફોનમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
દરેક ટીમ માત્ર 5 કેપ્ડ અને 2 અનકેપ્ટડ ખેલાડીઓને રિટેન કરી શકે છે. કુલ 6 ખેલાડીઓ જ ફ્રેન્ચાઈઝી મેગા ઓક્શન પહેલા રિટેન કરી શકે છે. આ સિવાય અનકૈપ્ટડ ખેલાડીઓની ટીમ 4 કરોડ રુપિયામાં રિટેન કરી શકે છે.