ICC Rule Book EP 25 : બેટ્સમેનની ઈનિંગ અને રનર અંગે શું કહે છે ICCનો નિયમ?
ક્રિકેટમાં દરેક પળનું મહત્વ હોય છે – ખાસ કરીને ત્યારે જ્યારે બેટ્સમેન ઈજાગ્રસ્ત થાય અને દોડવા માટે મુશ્કેલી અનુભવતો હોય. આવી સ્થિતિમાં ટીમ માટે "રનર" એક વિકલ્પ બની શકે છે. ICCની રૂલબુકના નિયમ નં. 25 હેઠળ બેટ્સમેનની ઈનિંગ શરૂ થવાથી લઈને રનર ક્યારે મંજૂર હોય તે અંગે સ્પષ્ટ માપદંડ આપેલા છે. આવો જાણી લઈએ નિયમ નં. 25 શું કહે છે અને તેના પાછળનો હેતુ શું છે.

ICCની રૂલબુક મુજબ, માત્ર પસંદ કરાયેલ ખેલાડી (nominated player) જ બેટિંગ અથવા રનર તરીકે કાર્ય કરી શકે છે. એટલે કે, મેચ પહેલાં પસંદ કરાયેલ ખેલાડીઓમાંથી જ રનર બનવાની મંજૂરી છે. કોઈ પણ સબ્સ્ટિટ્યૂટ ખેલાડી રનર તરીકે માન્ય નથી.

બેટ્સમેનની ઈનિંગ ત્યારે શરુ થાય છે જ્યારે તે ક્રિકેટ મેદાનમાં પ્રવેશ કરે છે અથવા અમ્પાયર 'play' જાહેર કરે છે. એટલે કે બેટ્સમેનના મેદાન પર પગ મુકતા અથવા અમ્પાયરની મંજૂરી મળતાંજ તેની ઈનિંગ શરુ ગણાય છે.

પેનલ્ટી ટાઈમ પછી જ બેટિંગ અથવા રનર તરીકે દાખલ થવાની મંજૂરી હોય છે. જો કોઈ ખેલાડી મેચ દરમિયાન મેદાન છોડે છે, તો પાછા આવતા પહેલા અમુક સમય (પેનલ્ટી ટાઈમ) સુધી તે રમી શકતો નથી – પણ ખાસ સ્થિતિમાં (જેમ કે ટીમે પાંચ વિકેટ ગુમાવ્યા હોય) ત્યારે તેના પર આ મર્યાદા લાગુ ન પડે.

રનર માત્ર ત્યારે મંજૂર છે જ્યારે બેટ્સમેન મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હોય અને અમ્પાયર તેની મંજૂરી આપે. રનર આપમેળે પસંદ ન કરી શકાય. અમ્પાયરની પરવાનગી મેળવવી ફરજિયાત છે. ઈજા જુની હોય તો રનરની મંજૂરી નથી મળતી.

રનર એ ટીમનો સભ્ય હોવો જોઈએ અને બેટ્સમેનની જેમ જ રેડી થઈને મેદાનમાં હાજર હોવો જોઈએ. સાથે જ, રનર પર કોઈ પેનલ્ટી ટાઈમ બાકી નહીં હોવો જોઈએ. રનર પણ અન્ય બેટ્સમેન જેવાં નિયમો હેઠળ રમે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
ICCની ઓફિશિયલ રૂલબુકમાં ક્રિકેટની રમતના તમામ નિયમોની વિસ્તારથી જાણકારી આપવાં આવી છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
