NEET પેપર લીક મામલે અમદાવાદમાં NSUI દ્વારા ઉગ્ર દેખાવો: NTA પર પ્રતિબંધની માંગ સાથે પૂતળાદહન, પોલીસે કાર્યકરોની કરી અટકાયત
NEET-UG પરીક્ષાનું પેપર ફરી એકવાર લીક થતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થવાના આક્ષેપ સાથે NSUI મેદાને આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી ગેટ પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને પૂતળાદહન બાદ પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી છે. NSUI એ ન્યાય નહીં મળે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી છે.
NEET પેપર લીક વિવાદને લઈને અમદાવાદમાં રાજકારણ ગરમાયું છે. NSUI ના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી ગેટ પાસે એકઠા થઈને NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોની મુખ્ય માંગ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય કરનાર NTA ને તાત્કાલિક બેન કરવામાં આવે.
પોલીસ સાથે ઘર્ષણ અને અટકાયત
વિરોધ પ્રદર્શન દરમિયાન NSUI દ્વારા સરકારના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને પોલીસે રોકતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. લોકશાહી ઢબે રજૂઆત કરવા આવેલા કાર્યકરોને પોલીસ દ્વારા ડીટેઈન કરવામાં આવ્યા હતા. NSUI ના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર પોલીસના દમ પર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
વારંવાર પેપર લીકની ઘટનાઓ
કાર્યકરોએ જણાવ્યું કે આ પ્રથમવાર નથી જ્યારે નીટનું પેપર લીક થયું હોય, અગાઉ 2024 માં પણ પેપર લીક થયું હતું જેમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં અનેક સરકારી પેપર લીક થયા હોવાના આક્ષેપ સાથે કાર્યકરોએ કડક કાર્યવાહીની માંગ કરી છે. જો આ મામલે નિષ્પક્ષ તપાસ કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગુજરાતના દરેક ખૂણે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
NEET UG 2026 Paper Leak: સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો NEET પેપર લીક કેસ, NSUI-SFI બાદ ABVP એ પણ NTA વિરુદ્ધ ખોલ્યો મોરચો
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
