AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તલાટી પદે રહેવાને લાયક નથી આ 'કર્મચારી'! રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા - જુઓ Video

તલાટી પદે રહેવાને લાયક નથી આ ‘કર્મચારી’! રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2026 | 5:12 PM
Share

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં એક સરકારી કર્મચારી દ્વારા રેલવે ટ્રેક પર કાર દોડાવવાની ઘટના સામે આવી છે. આ જોખમી સ્ટન્ટને કારણે ટ્રેન વ્યવહાર અને મુસાફરોની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી.

સાબરકાંઠા જિલ્લામાં એક સરકારી કર્મચારી દ્વારા રેલવે ટ્રેક પર જોખમી સ્ટન્ટ કરવાનો મામલો સામે આવ્યો છે. ખેડબ્રહ્મા ખાતે તલાટી તરીકે ફરજ બજાવતા હેમેન્દ્રસિંહ રહેવરે પોતાના હોદ્દાની ગરિમા નેવે મૂકીને બ્રોડગેજ રેલવે ટ્રેક પર ખાનગી કાર દોડાવવાનું પરાક્રમ કર્યું હતું.

મળતી માહિતી મુજબ, તલાટી હેમેન્દ્રસિંહે ધાણધા ફાટકથી મહેતાપુરા ફાટક સુધીના રેલવે ટ્રેક પર પોતાની ખાનગી કાર દોડાવી હતી. જો કે, કારને ટ્રેક પર દોડાવવા જતાં તે ટ્રેકની વચ્ચે ફસાઈ ગઈ હતી. રેલવે ટ્રેક પર કાર ફસાઈ જવાની જાણ થતાં જ રેલવે અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી, કારણ કે આ કૃત્યને કારણે ટ્રેન સેવા જોખમમાં મુકાઈ હતી અને રેલવે વ્યવહાર ખોરવાયો હતો.

ઘટનાની ગંભીરતાને જોતા રેલવે વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ક્રેનની મદદથી કારને ટ્રેક પરથી હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. રેલવે પોલીસે આ મામલે તલાટી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કારને જપ્ત કરી લીધી છે.

NEET પેપર લીક મામલે અમદાવાદમાં NSUI દ્વારા ઉગ્ર દેખાવો: NTA પર પ્રતિબંધની માંગ સાથે પૂતળાદહન, પોલીસે કાર્યકરોની કરી અટકાયત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">