AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં શોરુમમાંથી સેલ્સ ગર્લ જ કરોડોના દાગીના ઉડાવી ગઈ, 1.5 કરોડથી વધુ સોનાના દાગીનાની ચોરી! જુઓ Video

Breaking News : અમદાવાદમાં શોરુમમાંથી સેલ્સ ગર્લ જ કરોડોના દાગીના ઉડાવી ગઈ, 1.5 કરોડથી વધુ સોનાના દાગીનાની ચોરી! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2026 | 2:56 PM
Share

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા સોનાના શોરૂમમાંથી સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈ રફુચક્કર થઈ છે. આશરે 1.5 કરોડના દાગીના ચોરી કર્યા છે. તેમાં વીંટી, ચેઇન, લકી, બુટ્ટી, મંગળસૂત્ર જેવા દાગીનાનો સમાવેશ છે. સેલ્સગર્લ પાછલા 11 મહિનાથી સોનાના શોરૂમમાં કામ કરતી હતી.

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા જાણીતા સોનાના શોરૂમમાં કામ કરતી એક મહિલા કર્મચારી કરોડોની સોનાની જ્વેલરી લઈને ફરાર થઈ છે. છેલ્લા 11 મહિનાથી તે ત્યાં કામ કરતી હતી. શોરૂમ માલિક દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ અંદાજે 1.5 કરોડથી વધુ સોનાની તેણે ચોરી કરી છે. શોરૂમમાંથી કરોડોના સોનાના દાગીના ગાયબ થતાં માલિકને શંકા ગઈ હતી. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચેક કરતા મહિલા કર્મચારીની શંકાસ્પદ હલચલ સામે આવી છે. તપાસ દરમિયાન ફૂટેજમાં દાગીના લઈ જતી ઘટના કેદ થઈ છે.

પોલીસે શરૂ કરી છે શોધખોળ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા સોના-ચાંદીના જ્વેલર્સના શો-રૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કાજ કરતી યુવતી શો-રૂમમાંથી 20-25 લાખ નહીં, પરંતુ લગભગ 1.50 કરોડ રૂપિયાના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગઈ છે. શો-રૂમના યુનિફોર્મ એવા શૂટ અને પેન્ટમાં સોનાના દાગીના મૂકીને માલિકે રજા આપી છે તેથી જઈ રહી છે એમ કહીને શોરૂમમાંથી નીકળી ગઈ હતી.

શોરૂમમાં મેનેજર, સેલ્સમેન, માર્કેટિંગ સહિત કુલ 19 લોકો કામ કરે છે. 11 મહિના પહેલા શો-રૂમમાં હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ્સ તરીકે જોડાઈ હતી. 11 મે 2026ના રોજ બપોરના સમયે માલિક ઘરે જમવા ગયા હતા ત્યારે શોરૂમના મેનેજર અને સ્ટાફના લોકો હાજર હતા તે દરમિયાન આ ચોરીની ઘટના બની હતી. નિકોલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપી મહિલાની શોધખોળ હવે શરૂ કરી છે.

આ પણ વાંચો, Breaking News : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાન બાદ હવે ઉંદરનો ત્રાસ, સારવાર માટે આવેલા દર્દીઓને ચેપ ફેલાવાનો ભય! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">