AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના આ 7 માર્કેટમાં ‘સાવ સસ્તી’ મળે છે ‘બ્રાન્ડેડ ટી-શર્ટ’, જુઓ ગુજરાતના કેટલા બજાર છે અને તમે ત્યાં ગયા છો કે નહીં?

શું તમે જાણો છો કે, જે કપડાં આપણે મોંઘા ભાવે ખરીદીએ છીએ, તે ખરેખર ખૂબ જ સસ્તા દરે ક્યાં મળે છે? ભારતના કેટલાક એવા જાણીતા બજારો છે કે, જે તેમના હોલસેલ વેપાર માટે આખા દેશમાં પ્રખ્યાત છે. અહીં ટી-શર્ટ અને ટોપ્સ જેવી વસ્તુઓ ફેક્ટરીના ભાવે મળી રહે છે.

| Updated on: May 13, 2026 | 8:02 PM
Share
ભારતના અનેક મોટા હોલસેલ માર્કેટ એવા છે કે,  જ્યાં બ્રાન્ડેડ દેખાતી ટી-શર્ટ અને ટોપ્સ અત્યંત સસ્તા ભાવે મળી રહે છે. આ જ કારણ છે કે, રિટેલમાં ₹600–₹800માં વેચાતા કપડાં અહીં ₹200–₹300માં ખરીદી શકાય છે. નાના દુકાનદારોથી લઈને મોટી બ્રાન્ડ્સ સુધીના મોટાભાગના લોકો પોતાનો સ્ટોક આ બજારોમાંથી જ લે છે, જેના કારણે પ્રોડક્ટની અસલી કિંમત અને માર્કેટ રેટમાં મોટો તફાવત જોવા મળે છે.

1 / 8
દિલ્હીનું ગાંધી નગર એશિયાના સૌથી મોટા રેડીમેડ ગાર્મેન્ટ માર્કેટ્સમાં ગણાય છે. અહીં ટી-શર્ટની રેન્જ એટલી વિશાળ છે કે, સ્થાનિક દુકાનદારોથી લઈને ઓનલાઈન સેલર્સ સુધીના બધા જ અહીંથી માલ ખરીદે છે. અહીં ₹150 થી ₹300માં બેઝિક ટી-શર્ટ મળી જાય છે, જે રિટેલમાં ₹600-₹800 સુધી વેચાય છે. ખાસ વાત એ છે કે, અહીં મહિલાઓ અને છોકરીઓ માટે ટ્રેન્ડી પ્રિન્ટ અને ઓવરસાઇઝ ટી-શર્ટની ભારે માંગ રહે છે, જેનો સ્ટોક ખૂબ ઝડપથી વેચાય છે.

2 / 8
સરોજિની નગર અને જનપથને સામાન્ય રીતે રિટેલ માર્કેટ માનવામાં આવે છે પરંતુ તેમની પાછળનું હોલસેલ નેટવર્ક ઘણું મોટું છે. અહીં એક્સપોર્ટ સરપ્લસ ટી-શર્ટ ₹100-₹250માં મળી રહે છે, જેની ક્વોલિટી ઘણીવાર મોટા બ્રાન્ડ જેવી જ હોય છે. આ જ માલ પાછળથી અલગ-અલગ શહેરોમાં ₹500-₹700માં વેચાય છે અને ખાસ કરીને મહિલા ફેશનમાં આની સૌથી વધુ ખપત જોવા મળે છે.

3 / 8
સુરત માત્ર સાડીઓ માટે જ નહીં પણ ટી-શર્ટ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પણ ઝડપથી ઉભરી રહ્યું છે. અહીં ફેક્ટરી રેટ પર ₹120-₹250માં ટી-શર્ટ તૈયાર મળે છે અને જથ્થાબંધ (bulk) ખરીદી પર કિંમત હજુ ઓછી થઈ જાય છે. સુરતની ખાસિયત તેની ડિઝાઇનની ઝડપ છે; એટલે કે જે ટ્રેન્ડ આજે સોશિયલ મીડિયા પર દેખાય છે, તેનું ઉત્પાદન અહીં ગણતરીના દિવસોમાં શરૂ થઈ જાય છે, જેનાથી મહિલા ફેશન સેગમેન્ટને સતત નવો સ્ટોક મળતો રહે છે.

4 / 8
તિરુપુરને ભારતનું 'નિટવેર કેપિટલ' કહેવામાં આવે છે અને અહીંથી દેશ-વિદેશમાં ટી-શર્ટ સપ્લાય થાય છે. અહીંની ફેક્ટરીઓમાં ₹150-₹300 વચ્ચે હાઈ ક્વોલિટી કોટન ટી-શર્ટ તૈયાર થાય છે, જે બ્રાન્ડેડ લેબલ લાગ્યા પછી ₹800-₹1500 સુધી વેચાય છે. આ માર્કેટની તાકાત તેની એક્સપોર્ટ ક્વોલિટી અને મોટાપાયે ઉત્પાદન છે, જેના કારણે નાના વેપારીઓ પણ ઓછા ભાવે સારો માલ મેળવી શકે છે.

5 / 8
અમદાવાદના કાલુપુર, ઘી-કાંટા અને રીલીફ રોડ વિસ્તારોમાં ટી-શર્ટનો હોલસેલ વેપાર ઝડપથી વધ્યો છે, જ્યાં ₹130-₹280માં ટ્રેન્ડી ટી-શર્ટ મળે છે. અહીં ખાસ કરીને યુવાનો અને મહિલાઓ માટે કેઝ્યુઅલ વેરની મોટી વેરાયટી ઉપલબ્ધ છે તેમજ નાના શહેરોના વેપારીઓ મોટી માત્રામાં અહીંથી ખરીદી કરે છે.

6 / 8
કોલકાતાનું બડા બજાર જૂના સમયથી હોલસેલ વેપારનું કેન્દ્ર રહ્યું છે. અહીં ટી-શર્ટની કિંમત ₹120 થી શરૂ થઈને ₹300 સુધી જાય છે. આ માર્કેટની ખાસિયત ઓછી કિંમતમાં જથ્થાબંધ સ્ટોક છે, જે પૂર્વી ભારતના ઘણા રાજ્યોમાં સપ્લાય કરવામાં આવે છે અને નાના દુકાનદારો માટે તે એક વિશ્વસનીય સ્ત્રોત છે.

7 / 8
મુંબઈના દાદર અને ધારાવી વિસ્તારોમાં ટી-શર્ટનું નાનું પણ ઝડપથી વિકસતું હોલસેલ નેટવર્ક છે, જ્યાં ₹150-₹350માં માલ મળી જાય છે. અહીંની વિશેષતા સ્થાનિક ઉત્પાદન અને ઝડપથી બદલાતી ડિઝાઈન છે, જેના કારણે ફેશન ટ્રેન્ડ મુજબ સ્ટોક તરત તૈયાર થઈ જાય છે. આ જ કારણે મહિલા ફેશન સેગમેન્ટમાં અહીંની માંગ સતત વધી રહી છે.

8 / 8

નિષ્ણાતોએ આપ્યું ‘Buy’ રેટિંગ ! ₹770 સુધી પહોંચી શકે છે આ શેરનો ભાવ, શું તમે આ જ્વેલરી સ્ટોક ખરીદવાનું ચૂક્યા તો નથી ને?

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા

વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો

હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું

સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ

કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ

હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી

સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે

પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

g clip-path="url(#clip0_868_265)">