AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડ્રાઈવિંગ દરમિયાન કારનું સ્ટેયરિંગ ધ્રુજે છે? તો થઈ જજો સાવધાન! આ 4 કારણો હોઈ શકે છે જવાબદાર

કાર ચલાવતી વખતે સ્ટેયરિંગમાં થતી ધ્રુજારી એ કોઈ નાની સમસ્યા નથી, તેને અવગણવાથી મોટી ખરાબી આવી શકે છે. જાણો ડ્રાઈવિંગ દરમિયાન આવતા આ ઝટકાઓને કેવી રીતે ઓળખવા અને તેને ઠીક કરવાના ઉપાયો.

| Updated on: May 12, 2026 | 6:32 PM
Share
ઘણીવાર કાર ચલાવતી વખતે ડ્રાઈવરને અનુભવ થાય છે કે સ્ટેયરિંગ જરૂર કરતાં વધુ હલી રહ્યું છે, જેને સામાન્ય ભાષામાં 'સ્ટેયરિંગ વાઈબ્રેશન' કહેવામાં આવે છે. શરૂઆતમાં લોકો તેને સામાન્ય માનીને નજરઅંદાજ કરે છે, પરંતુ સમયસર ધ્યાન ન આપવા પર આ મોટી મુસીબત બની શકે છે.

1 / 5
ભારતમાં નવા કાર માલિકોમાં યોગ્ય મેન્ટેનન્સની જાણકારીના અભાવે આવી સમસ્યાઓ વધતી જાય છે. આવો જાણીએ કે આ કંપન પાછળ કયા કારણો જવાબદાર હોય છે.

2 / 5
ખરાબ રસ્તા અને ડ્રાઈવિંગની ભૂલ: જો કારને સતત ખરાબ રસ્તાઓ પર ચલાવવામાં આવે અથવા બેદરકારીથી ડ્રાઈવ કરવામાં આવે, તો તેની અસર સ્ટેયરિંગ પર પડે છે. હાઈ સ્પીડમાં ખાડાઓમાંથી કાર પસાર કરવી કે અચાનક બ્રેક મારવી સ્ટેયરિંગ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. વધુમાં, હવામાનમાં થતા મોટા ફેરફારો પણ કારના અમુક ભાગો પર અસર કરે છે, જેના લીધે સ્ટેયરિંગ ધ્રુજવા લાગે છે.

3 / 5
સસ્પેન્શનમાં ખરાબી: કારનું સસ્પેન્શન સિસ્ટમ ડ્રાઈવિંગને આરામદાયક બનાવે છે. જો આ સિસ્ટમમાં કોઈ ખામી સર્જાય, તો કાર રસ્તા પર યોગ્ય બેલેન્સ બનાવી શકતી નથી અને તેના સીધા ઝટકા સ્ટેયરિંગ સુધી પહોંચે છે. જો આ સમસ્યાનું વહેલું નિરાકરણ ન લાવવામાં આવે, તો કારના અન્ય ભાગો પણ ખરાબ થઈ શકે છે અને તમારો રિપેરિંગ ખર્ચ વધી શકે છે.

4 / 5
વ્હીલ એલાઈનમેન્ટ અને બ્રેક રોટર: જ્યારે કારના વ્હીલ્સનું એલાઈનમેન્ટ બગડે છે, ત્યારે કાર એક તરફ ખેંચાય છે અને સ્ટેયરિંગમાં કંપન અનુભવાય છે. તેનાથી ટાયર પણ વહેલા ઘસાઈ જાય છે. આ ઉપરાંત, બ્રેક રોટરમાં ખરાબી હોય ત્યારે પણ આવું થાય છે. ખાસ કરીને જ્યારે ડ્રાઈવર બ્રેક મારે છે ત્યારે સ્ટેયરિંગમાં વધુ ઝટકા અનુભવાય છે. બ્રેક રોટર અને બ્રેક પેડ કારની સ્પીડ ઘટાડવાનું કામ કરે છે, જો તેમાં ખામી હોય તો સ્ટેયરિંગમાં વાઈબ્રેશન આવે છે.

5 / 5

શું તમારી ઇલેક્ટ્રિક કાર ઉનાળા અને શિયાળામાં દગો આપી શકે છે ? ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">