મેક ઇન ઇન્ડિયાની કમાલ, વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર, જુઓ Video
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C 295 સૈન્ય વિમાન મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ અંતિમ તબક્કામાં છે. ટાટા એડવાન્સ સિસ્ટમ અને એરબસના સહયોગથી તૈયાર થયેલું આ વિમાન સપ્ટેમ્બરમાં લોન્ચ થશે.
વડોદરાથી એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે, જે મેક ઇન ઇન્ડિયા ક્ષેત્રે ભારતની મોટી છલાંગ દર્શાવે છે. દેશનું પ્રથમ સ્વદેશી C 295 સૈન્ય વિમાન વડોદરામાં તૈયાર થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ હાલ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C 295 વિમાન સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થવાની અપેક્ષા છે.
આ C 295 વિમાન ખાનગી ક્ષેત્રમાં ભારતમાં બનેલું પ્રથમ સૈન્ય વિમાન હશે, જે દેશના સંરક્ષણ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે. આ સ્વદેશી વિમાન ટાટા એડવાન્સ સિસ્ટમ અને એરબસના સહયોગથી ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવી રહ્યું છે. આ સહયોગ ભારતની ઉત્પાદન ક્ષમતા અને આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવે છે, સાથે જ વૈશ્વિક સ્તરે દેશની સંરક્ષણ ક્ષમતાને પણ વેગ આપશે. આ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા પહેલને સાચા અર્થમાં સાર્થક કરે છે.
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત, જુઓ Video
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
