AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના વિકાસ મોડલના ઉડ્યા લીરેલીરા, રાઠડા બેટ ગામમાં પૂલ ન હોવાથી દુલ્હા-દુલ્હને નાવમાં બેસી પસાર કર્યો રસ્તો- જુઓ Video

મહિસાગરના રાઠડા બેટ ગામમાં વર્ષોથી એક પૂલ બનાવવાની મંજૂરી અપાઈ ગઈ છે. પરંતુ કાગળ પરની મંજૂરી હજુ જમીની વાસ્તવિક્તાથી જોજનો દૂર છે. આઝાદીના 8 દાયકા બાદ પણ આ ગામના લોકો જીવના જોખમે બોટના સહારે રસ્તો પસાર કરે છે પરંતુ તંત્રને તેમની હાલાકી સાથે કંઈ લેવા દેવા નથી.

ગુજરાતના વિકાસ મોડલના ઉડ્યા લીરેલીરા, રાઠડા બેટ ગામમાં પૂલ ન હોવાથી દુલ્હા-દુલ્હને નાવમાં બેસી પસાર કર્યો રસ્તો- જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2026 | 8:57 PM
Share

ગુજરાતના વિકાસના નામે મત માગતા નફ્ફટ નેતાઓએ પહેલા મહિસાગરના રાઠડા બેટ ગામના આ દૃશ્યો જોઈ લેવા જોઈએ. રાઠડા બેટ ગામમાં આઝાદીના 80 દાયકા પુરા થવા જાય છે પરંતુ ગામમાં તંત્ર આજ દિવ સુધી પૂલ બનાવી શક્યુ નથી. વર્ષોથી ગામમાં પૂલની મંજૂરી તો આપી દેવાઈ છે પરંતુ આ મંજૂરી માત્ર કાગળ પર છે. પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુએ શરૂ કરાવેલી પંચવર્ષિય યોજનાઓ તો પુરી થઈ ગઈ પરંતુ પંચવર્ષિય યોજનાની ઢબે કામ કરવાની અધિકારીઓની આદત હજુ એની એ જ છે.

વર્ષોથી ગામને કાગળ પર પૂલની મંજૂરી મળી ગઈ છે પરંતુ ગામમાં હજુ સુધી પૂલ બન્યો નથી. તંત્રના આ નઠોરપણાને લીધે રાઠડા બેટ ગામના લોકો પારાવાર હાલાકી વેઠી રહ્યા છે.  ગામમાં ચાહે કોઈના લગ્નનો પ્રસંગ હોય કે મરણનો પ્રસંગ, કોઈ મેડિકલ ઈમરજન્સી હોય તો પણ ગામના લોકો એક નાનકડી નાવના સહારે જ રસ્તો પસાર કરે છે.

પહેલા આ દૃશ્યો જુઓ

કડાણા ડેમનું પાણી વધારે હોવાને કારણે રાઠડા બેટના લોકો અવર જવર કરવા માટે નાવડીનો સહારો લે છે. આ વિસ્તારના ગામડાના લોકો માટે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ પાયાની જરૂરિયાતો નથી. અવરજવર કરવા માટે પણ અત્યાર સુધી કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. રાઠડા બેટ વિસ્તારના લોકોને અવર જવર માટે નાવડી એકમાત્ર સહારો છે.

રાઠડા બેટ ગામમાં જ્યારે પણ કોઈ સારો નરસો પ્રસંગ હોય લોકોને એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે નાવડીથી નદી પાર કરીને જવુ પડે છે. લોકો જીવના જોખમે નાવડીમાં મુસાફરી કરી નદી પાર કરવા મજબૂર છે. અહીં પુલ તો મંજૂર થઈ ગયો છે પરંતુ હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી. તંત્રની ઉદાસીનતા કહો કે પછી ગ્રામીણ વિસ્તારનું દુર્ભાગ્ય પરંતુ હજુ સુધી પુલ ન મળતા ગ્રામજનોની લાચારી કોઈને દેખાતી નથી. છેલ્લા કેટલાય વર્ષોથી ગામલોકો પૂલ બનાવવાની માગ કરી રહ્યા છે પરંતુ પૂલ બનતો નથી.

Biryani vs Pulao: લગ્નમાં જમવાના મેનુમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા જાનૈયાઓએ કરી મારામારી?- જુઓ Video

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">