સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, પાણીની લાઈન તૂટી જતા લાખો લીટર પાણીનો થયો બગાડ- Video
સુરતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો, રસ્તા પર પાણીની નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સામે આવ્યા. તંત્રના અધિકારીઓના પાપે લાખો લીટર પાણીનો બગાડ થતો જોવા મળ્યો.
સુરતમાં તંત્રની બેદરકારીને કારણે ભર ઉનાળે લાખો લીટર પાણીનો બગાડ થતો જોવા મળ્યો. સરીતા ડેરી પાસે જવાબદાર અધિકારીની ભૂલના કારણે લાખો લીટર પાણીનો બગાડ થયો. ખાડો ખોદીને મુકી દીધો અને તેમા રહેલી પાણીની લાઈન તૂટેલી હોવાથી વ્યાપક પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યુ છે.
સુરતના હની પાર્ક રોડ પર જોતજોતામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. રસ્તા પર પાણીની જાણે પાણીની નદીઓ વહેતી હોય તેમ પાણી વહી રહ્યુ છે. સરીતા ડેરી ખોદવામાં આવેલા ખાડામાં પાણીની લાઈન તૂટી જવાથી પાણીનો બગાડ થયો છે. જવાબદાર અધિકારીની ભૂલના કારણે લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે.
એકતરફ હાલ રાજ્યમાં ગરમી એ માઝા મુકી છે. હવામાન વિભાગે પણ મોડુ ચોમાસુ બેસવાની આગાહી કરી છે. રાજ્યના ડેમોમાં પણ પૂરતો પાણીનો જથ્થો નથી. એક તરફ તાપી નદીનું પાણીનું લેવલ નીચુ થઈ રહ્યુ છે. બીજી બાજુ બેદરકાર અધિકારીઓના પાપે લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે.
Input Credit- Baldev Suthar- Surat
Breaking News: શું MS ધોનીની મેદાન પર થશે વાપસી? LSG સામેની મેચ પહેલા સામે આવ્યુ મોટુ અપડેટ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
