AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા, હાઈકોર્ટના આદેશ બાદ લેવાયો નિર્ણય- Video

Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા, હાઈકોર્ટના આદેશ બાદ લેવાયો નિર્ણય- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2026 | 7:56 PM
Share

ગુજરાતમાં હવે આરોપીના વરઘોડા કે સરઘસ નહીં નીકળે. હવે જાહેરમાં મૂર્ગો નહીં બનાવાય કે ઘૂંટણીયે નહીં ચલાવવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ઈન્ચાર્જ ડીજીપીએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને આવુ ન કરવા સખ્ત ચેતવણી આપી છે.

Gujarat DGP On Accused Reconstruction: ગુજરાતમાં આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવાના પોલીસના વલણ સામે ઈન્ચાર્જ DGP કે.એલ.એન. રાવે કડક ચેતવણી આપી છે. રિકન્સ્ટ્રક્શનના નામે હવે આરોપીઓના વરઘોડા કે સરઘસ નહીં કાઢી શકાય. વરઘોડા કાઢવા સામે ઈન્ચાર્જ DGP એ લેખિતમાં આદેશ જાહેર કર્યો છે. જેમા જણાવ્યુ છે કે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી શકાય નહીં અને તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવો નહીં. કોઈ આરોપીને જાહેરમાં માર મારવા અંગે પણ ટકોર કરતા કહ્યુ કે આરોપીને જાહેરમાં લાત કે લાકડી મારવી નહીં અને જાહેરમાં માફી મગાવવી નહીં.

સરઘસ અને વરઘોડાના નામે આરોપી સાથે કરાતા વર્તનને લઈને લાલ આંખ કરતા DGPએ જણાવ્યું કે, ‘આરોપીઓ સાથે ગેરવર્તણૂક કરવી નહીં. આરોપીઓ સાથે આ પ્રકારનું વર્તન થશે તો ઉચ્ચ કક્ષાએ જવાબ આપવો પડશે.’ આમ, ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આ નિર્ણય લેવાયો છે.

Input Credit- Mihir Soni- Ahmedabad

Breaking News: શું MS ધોનીની મેદાન પર થશે વાપસી? LSG સામેની મેચ પહેલા સામે આવ્યુ મોટુ અપડેટ

Published on: May 13, 2026 07:56 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">