Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષ 2024માં નવો કીર્તિમાન રચશે વિરાટ, રોહિત-અશ્વિન પણ બનાવશે મહા-રેકોર્ડ

વર્ષ 2024માં ભારતના ત્રણ સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન ક્રિકેટના આલગ અલગ ફોર્મેટમાં કેટલાક ખાંડ રેકોર્ડ બનાવી મોટી ઉપલબ્ધિ હાંસલ કરશે અને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવશે. આ ત્રણેય ખેલાડીઓ આ વર્ષે એક અથવા તમામ ફોર્મેટમાં સંન્યાસ લઈ શકે છે એવી અફવાઓ છે, એવામાં તેમના માટે નવા વર્ષમાં આ રેકોર્ડ ખૂબ જ ખાસ સાબિત થશે.

| Updated on: Jan 01, 2024 | 1:09 PM
કોહલી ODIમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બનશે: વિરાટ કોહલી હાલ ODIમાં સૌથી વધુ રન બનાવવા મામલે ત્રીજા છે, જો તે વનડેમાં વધુ 386 રન બનાવશે તો તે આ લિસ્ટમાં બીજા ક્રમે પહોંચી જશે. હાલ કુમાર સંગાકારા 14234 રન સાથે બીજા નંબરે છે જ્યારે વિરાટના 13848 રન છે. વનડેમાં સૌથી સદી રન બનાવવાનો રેકોર્ડ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના નામે છે. સચિને ODIમાં કુલ 18426 રન ફટકાર્યા છે.

1 / 5
રોહિત વનડેમાં સૌથી વધુ સિક્સરનો બનાવશે રેકોર્ડ: રોહિત શર્મા ODIમાં સૌથી વધુ સિક્સર ફટકારવામાં મામલે ત્રીજા ક્રમે છે, જો તે વર્ષ 2023માં વનડેમાં વધુ 9 સિક્સર ફટકારશે તો બીજા અને 29 છગ્ગા ફટકારશે તો પહેલા સ્થાને આવી જશે. હાલ રોહિતના વનડેમાં કુલ 323 સિક્સર છે, જયારે ક્રિસ ગેલના 331 સાથે આ લિસ્ટમાં બીજા અને શાહિદ આફ્રિદીના 351 સિક્સર સાથે સૌથી વધુ ODI સિક્સર ફટકારવા મામલે ટોપ પર છે.

2 / 5
ટેસ્ટમાં વિરાટ બનાવશે સદીનો રેકોર્ડ?: વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં કુલ 29 સદી ફટકારી છે. જો તે આ વર્ષે ટેસ્ટમાં તેના બેસ્ટ ફોર્મમાં રમે છે અને 6 વધુ સદી ફટકારે છે તો તે સુનીલ ગાવસ્કરની 34 ટેસ્ટ સદી અને જો 8 સદી ફટકારે છે તો રાહુલ દ્રવિડની 36 સદીના રેકોર્ડને ઓવરટેક કરશે અને સચિન બાદ ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની જશે.

3 / 5
બીજો સૌથી સફળ બેટ્સમેન બનશે વિરાટ: વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ફોર્મેટમાં મળી સૌથી વધુ રન બનાવવા મામલે હાલ બીજા ક્રમે છે, જો વિરાટ વર્ષ 2024માં વધુ 1400 રન બનાવશે તો આ લિસ્ટમાં બીજા ક્રમે પહોંચી જશે. કોહલીના તમામ ફોર્મેટમાં મળી કુલ 26646 રન છે અને તે હાલ ત્રીજા ક્રમે છે. કુમાર સંગાકારા 28016 રન સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે.

4 / 5
રવિચંદ્રન ટેસ્ટમાં 500 વિકેટ પૂર્ણ કરશે: ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન પાસે આ વર્ષે ખાસ ક્લબમાં સામેલ થવાની તક છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેનાર બીજો બોલર બની જશે, તે આ માઈલસ્ટોનથી માત્ર 10 વિકેટ દૂર છે. અશ્વિન પહેલા 500 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર અનિલ કુંબલે બાદ બીજો ભારતીય બોલર બની જશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">