Virat Kohli Record : ચેમ્પિયન્સ ટ્રોફીનો નવો ‘કિંગ’ બન્યો વિરાટ કોહલી, સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ તોડ્યો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે હવે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી શિખર ધવનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સાથે જ કોહલીએ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ પણ તોડ્યો હતો.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં કોહલીએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે હવે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો છે. ધવને ચેમ્પિયન્સ ટ્રોફીની 10 મેચમાં 701 રન બનાવ્યા હતા. કોહલીએ હવે આ આંકડો પાર કરી લીધો છે અને તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રન બનાવવા મામલે નવો ભારતીય 'કિંગ' બની ગયો છે.

વિરાટ કોહલીએ માત્ર શિખર ધવનનો જ નહીં પરંતુ સચિનનો પણ એક વિશ્વ રેકોર્ડ પણ તોડ્યો હતો. હકીકતમાં, કોહલીએ ઓસ્ટ્રેલિયન ટીમ સામેની મહત્વપૂર્ણ મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. આ સાથે કોહલી ICC ODI ટુર્નામેન્ટમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો અને તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો.

સચિને 58 ઈનિંગ્સમાં 23 વખત 50+ સ્કોર કરવાની સિદ્ધિ મેળવી હતી. કોહલીએ હવે 53 ઈનિંગ્સમાં 24 વખત 50થી વધુ રન બનાવ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 42 ઈનિંગ્સમાં 1850+ સ્કોર સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે, કુમાર સંગાકારા (17) ચોથા અને રિકી પોન્ટિંગ (16) પાંચમા ક્રમે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં વિરાટ કોહલીએ ODIમાં રન ચેઝ કરતી વખતે 8000 રન પણ પૂરા કર્યા હતા. તેણે માત્ર 159 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. સચિન પછી આવું કરનાર તે બીજો ખેલાડી છે. સચિન તેંડુલકરે પોતાની વનડે કારકિર્દીમાં 232 ઈનિંગ્સમાં રન ચેઝ કરતી વખતે 8720 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલમાં કોહલીએ ફિલ્ડિંગ દરમિયાન એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. હકીકતમાં ખેલાડી તરીકે કોહલીએ ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય કેચ લેવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. વિરાટના નામે હવે તમામ ફોર્મેટમાં 335 કેચ છે. આ બાબતમાં તેણે રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે. (All Photo Credit : PTI / X)
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

































































