Virat Kohli Anushka Sharma Love Story : આ એક જાહેરાતે વિરાટ-અનુષ્કાની લાઈફ સેટ કરી દીધી
બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડીને પાવરફુલ જોડી કહેવામાં આવે છે, આ જોડીને ક્રિકેટ ચાહકો અને બોલિવુડના ચાહકો તરફથી ખુબ પ્રેમ મળે છે.અનુષ્કા અને વિરાટની મુલાકાત 2013માં એક જાહેરાત દરમિયાન થઈ હતી. વિરાટે કહ્યું હતું કે અનુષ્કાને તે પહેલીવાર મળ્યો હોવાથી તે ખૂબ જ નર્વસ હતો. તો ચાલો વિરાટ કોહલીની લવ સ્ટોરી વિશે.

ક્રિકેટના મેદાનમાં બોલરો સામે ચોગ્ગા અને સિક્સ ફટકાવનાર કોહલીની લવ સ્ટોરી ખુબ દિલચસ્પ અને ફિલ્મી છે. તે પહેલી વખત જ્યારે બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે મળ્યો તો તે ખુબ ડરતો હતો.આ વાતનો ખુલાસો ખુબ વિરાટ કોહલીએ ઈન્ટરવ્યુમાં કરી હતી.

વિરાટ કોહલીના દુનિયાભરમાં લાખો ચાહકો છે. વિરાટ કોહલીની લવ સ્ટોરી જાણવા માટે ખુબ ઉત્સુક હોય છે. તો ચાલો આજ આપણે ક્રિકેટરની લવ સ્ટોરી વિશે જાણીએ.

વિરાટ-કોહલી અને અનુષ્કાની પહેલી મુલાકાત 2013માં થઈ હતી. બંન્ને એક જાહેરાતના શુટિંગ દરમિયાન મળ્યા હતા. વિરાટ કોહલી ક્રિકેટમાં તો અનુષ્કા બોલિવુડમાં મોટી નામ કમાય ચુકી હતી.

આ જાહેરાતના શૂટિંગ બાદ બંન્ને વચ્ચે મિત્રતા વધતી ગઈ. લગ્ન પહેલા બંન્ને વર્ષો સુધી એકબીજાને ડેટ કરી હતી. 2017માં કોહલીએ ઈટલીમાં અનુષ્કા શર્મા સાથે સાત ફેરા લીધા હતા. બંન્ને ઈટલીમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બંન્નેના પરિવારના સભ્યો જ સામેલ થયા હતા.

વિરાટ કોહલી એક પુત્રી અને એક પુત્રનો પિતા પણ છે. તેનું નામ વામિકા છે. કોહલી અને અનુષ્કા બંને પોતાની દીકરીને લઈને ખૂબ જ સતર્ક છે. અત્યાર સુધી વામિકાનો એક પણ ફોટો ચાહકો સામે આવ્યો નથી,
વિરાટ કોહલીને ક્રિકેટ જગતમાં કિંગ બનાવ્યો અને તેના કારણે ‘કિંગ કોહલી’નુ નવુ વિશ્વાસપાત્ર હુલામણુ નામ મળ્યું. વિરાટ કોહલીના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
